નેશનલમનોરંજન

અંબાણીની ઈવેન્ટમાં છવાઈ ગઈ આ અભિનેત્રીઓ

પહેલી નવેમ્બરે મુંબઈના જાણીતા જીયો વર્લ્ડ પ્લાઝાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે દેશનો સૌથી મોટો મોલ કહેવાય છે.

31મી ઓક્ટોબરના રજવાડી અંદાજમાં જિયો વર્લ્ડ પ્લાઝાનું ઓપનિંગ કર્યું હતું, જેમાં અંબાણી પરિવારે બોલીવૂડની ટોચની હસ્તીઓ અને અભિનેતા-અભિનેત્રીઓ હાજરી આપી હતી.

ગઈકાલની ભવ્ય ઈવેન્ટમાં પૂરો અંબાણી પરિવાર હાજર રહ્યો હતો, જ્યારે જાણીતી અભિનેત્રીઓએ હાજરી આપીને ઈવેન્ટમાં છવાઈ ગયા હતા.

અહીંની ઈવેન્ટમાં શ્રીદેવાની દીકરી જાહન્વી કપૂર, નોરા ફતેહી છવાઈ ગઈ હતી. જાહન્વી કપૂરની સાથે સાથે નોરા ફતેહી પણ તેના ગ્લેમર અંદાજ બતાવ્યો હતો. જાહન્વીએ સિલ્વર કલરના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જ્યારે નોરાએ રેડ કલરની સાડીમાં એન્ટ્રી આપીને સૌને મોહી લીધા હતા.

આલિયા ભટ્ટ, રણવીર સિંહ, મલાઈકા અરોરા, ભૂમિ પેડણેકર, કરીના કપૂર, કરીશ્મા કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા, શહેનાઝ ગિલ અને નોરા ફતેહી સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપીને છવાઈ ગયા હતા. જીયો વર્લ્ડ પ્લાઝા હવે દુનિયાભરમાં લકઝરી બ્રાન્ડ છે. આ મોલમાં 66 લકઝરી બ્રાન્ડ છે, જેમાં બાલેનિયાગા, જ્યોર્જિયો અરમાની કૈફે, પોરટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, ઈએલ એન્ડ એન કૈફે અને રિમોવા છે. દુનિયાની જાણીતી બ્રાન્ડ સિવાય અહીંના મોલનું ઈન્ટિરિયર પણ શાનદાર છે.

કહેવાય છે કે આ મોલ મુંબઈગરાઓની સાથે શોપિંગનું નવું ડેસ્ટિનેશન બનશે. શોપિંગ જ નહીં, પરંતુ મનોરંજનની સાથે ફૂડના રસિયાઓનું શાનદાર પ્લેસ હશે. અહીંયા હાઈટેક મલ્ટિપ્લેક્સ અને ગ્લોબલ રેસ્ટોરાં છે.

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં આ મોલને શરુ કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button