શુક્રવારે થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને યોગી આદિત્ય નાથઃ આ ફિલ્મો પણ છે રેસમાં | મુંબઈ સમાચાર
મનોરંજન

શુક્રવારે થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને યોગી આદિત્ય નાથઃ આ ફિલ્મો પણ છે રેસમાં

જુલાઈમાં રિલિઝ થયેલી સૈયારા ફિલ્મ સિવાય થિયેટરોમાં હાઉસફુલ થાય તેવી ફિલ્મો રિલિઝ થઈ નથી. તેલુગુ ફિલ્મ મિરાયે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે, બાકી બાગી-4 અને ધ બેંગોલ ફાઈલ્સ જેવી ફિલ્મો પહેલા વિક એન્ડમાં પણ સારી કમાણી કરી શકી નથી. હાલમાં થિયેટરમાં એવી એક પણ હિન્દી ફિલ્મ નથી જે દર્શકોને પોતાની તરફ ખેંચે.

આથી આવનારા શુક્રવારની ફિલ્મો માટે મેદાન સાફ છે. દર્શકો એન્ટરટેઈનિંગ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે થિયેટરોમાં પાચ ફિલ્મો રિલિઝ થવાની છે, જેમાં બે ફિલ્મો પાસેથી મોટી અપેક્ષા છે.

જેમાં અક્ષય કુમારની કોર્ટરૂમ ડ્રામા જૉલી એલએલબી-3 થિયેટરોમાં રિલિઝ થવાની છે. આ ફિલ્મ રિલિઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. ફિલ્મનો વિરોધ વકીલોએ જ કર્યો છે. અક્ષય અને અરશદ બીજી સિરિઝમાં સાથે કામ કર્યું હતું જ્યારે પહેલી સિરિઝમા અરશદ સાથે બમન ઈરાની હતા. આ ફિલ્મમાં સૌરભ શુક્લાએ પણ ખૂબ જ સારો અભિનય કર્યો છે. હવે ફરી બન્ને થિયેટરોમાં આ શુક્રવારે આવશે.

રિલવાળા યોગી આદિત્યનાથ સફળ થશે?

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને સફળ મુખ્ય પ્રધાન કહેવામાં આવે છે, પરંતુ આપણે રીલ યોગી આદિત્યનાથની વાત કરી રહ્યા છે. શુક્રવારે તેમની બાયોપિક અજેય રિલિઝ થવાની છે. અનંત જોશી, પરેશ રાવલને ચમકાવતી ફિલ્મમાં એક સામાન્ય યુવકથી યોગી અને ત્યારબાદ યુપીના મુખ્ય પ્રધાન બનવાની તેમની સફરને ફિલ્માવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બાયોગ્રાફી કે રિયલ સ્ટોરીઝ પર બનેલી ફિલ્મો લોકો જોતા નથી, પરંતુ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા જોતા આ ફિલ્મ સારી કમાણી કરશે, તેમ માનવામાં આવે છે.

આ સ્મોલ બજેટ ફિલ્મો પણ કરી શકે છે કમાણી

શુક્રવારે જે ઓછી ચર્ચાઈ હોય તેવી ફિલ્મો રિલિઝ થવાની છે, જેમાં રૂમ નંબર 111નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે એક સસ્પેન્સ થ્રિલર છે અને કોઈ ક્રાઈમ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં અપૂર્વા ધર્મા, ગરિમા સિંહ જેવા કલાકારો છે.

આવી જ બીજી ફિલ્મ છે બ્યૂટી. આ તેલુગુ ફિલ્મનું ટ્રેલર લોકોને ગમી રહ્યું છે. ફિલ્મમાં યંગ દીકરી અને પિતાના સંબંધો અને સાથે દીકરીની લવસ્ટોરીની વાત છે. બીજી એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે નિશાનચી. 2000ના વર્ષના યુપીની વાત લઈને ઐશ્વર્ય ઠાકુર ડબલ રોલમાં આવી રહ્યો છે. ટ્રેલર જોઈને ફિલ્મ સારી લાગે છે, પરંતુ ખરો રિવ્યુ તો થિયેટરોમાં આવશે ત્યારે જ જનતા આપી શકશે.

આ પણ વાંચો…શાહિદની નવી ફિલ્મનું નામ આખરે આ રાખ્યુ, જાણો ક્યારે થશે રીલીઝ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button