Varun Dhawanના જીવનમાં થઈ કોઈ ત્રીજા એન્ટ્રી, Wife Natasha Dalalએ આપી માહિતી…

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ભલતું સલતું વિચારી લો એ પહેલાં તમને જણાવી દેવાનું કે ભાઈ આ તો બી-ટાઉનનું આજના સમયનો ગોવિંદા તરીકે ઓળખાતો એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. નતાશાએ 18મી ફેબ્રુઆરીના એક ફોટો પોસ્ટ કર્યો છે અને જેમાં તે તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. આ ફોટો પર ઈન્ડસ્ટ્રીના અન્ય સેલેબ્સ પણ અભિનંદન પાઠવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વરુણ અને નતાશાએ 2021માં લગ્ન કર્યા હતા, જોકે લગ્ન પહેલાંના અનેક વર્ષોથી બંને જણ એકબીજાને ઓળખતા હતા અને ફાઈનલી હવે બંને જણ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે. અને આ વાતથી બંને જણ ખૂબ જ ખુશ છે.
વરુણે પણ પોતાના એકાઉન્ટ પર એક સુંદર ફોટો શેર કર્યો છે જેમાં તે નતાશાના બેબી બમ્પને કિસ કરતો દેખાઈ રહ્યો છે. આ ફોટો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. કેપ્શનમાં વરુણે લખ્યું છે કે અમે પ્રેગ્નન્ટ છીએ અને અમને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. આ સાથે સાથે જ વરુણે હેશટેગે મેરી ફેમિલી મેરી સ્ટ્રેન્થ પણ પોસ્ટ કર્યું છે.
વરુણની આ પોસ્ટ પર જ્હાન્વી કપૂર, સાનિયા મિર્ઝાએ તેને અભિનંદન પાઠવ્યા છે. અર્જુન કપૂરે લખ્યું છે કે ડેડી-મમ્મી નંબર વન, આ સિવાય સોનમ કપૂર, ભૂમિ પેડણેકર, અરમાન મલિક, મલાઈકા અરોરા, અનિલ કપૂર સહિત અનેક સ્ટાર્સે શુભેચ્છા આપતા હાર્ટ શેપની ઈમોજી પણ પોસ્ટ કરી છે. આ સિવાય ફેન્સ પણ વરુણ અને નતાશાને શુભેચ્છા આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વરુણ ધવન પાસે ભેડિયા ટુ, બેબી જોન જેવી ફિલ્મો પાઈપલાઈનમાં છે. જ્યારે ફિલ્મ સ્ત્રી ટુમાં પણ તે કેમિયો રોલમાં જોવા મળશે.