સઈ તામ્હણકર, ઈમરાન અને પ્રતિક ગાંધીની ત્રિપુટી આ ફિલ્મમાં જોવા મળશે

નવી દિલ્હીઃ ‘ગજની’માં સાઈડ રોલ અને ઘણી બધી મરાઠી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સઈ તામ્હણકર હવે ઈમરાન હાશમી અને પ્રતિક ગાંધી સાથે દેખાશે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે પોતાનો સંબંધ આગળ વધારતા સઈ હવે ગ્રાઉન્ડ ઝીરો અને અગ્નિ જેવી રસપ્રદ ફિલ્મોમાં આવાની છે.
આ પણ વાંચો: Ambani Familyની આ ફિમેલ મેમ્બર હતી Rajesh Khannaના દર્દોની દવા
હવે મરાઠી અભિનેત્રી સઈ તામ્હણકરના ગ્રાઉન્ડ ઝીરો અને અગ્નિમાં સામેલ થવાની જાહેરાત એમેઝોન પ્રાઈમ વીડિયોના એક ખાસ પ્રોગ્રામમાં કરવામાં આવી હતી. આ સાથે જ પ્રશંસકોના ઉત્સાહમાં પણ વધારો થવા પામ્યો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સઈ પહેલી વખત ઈમરાન અને પ્રતીક સાથે દેખાવાની છે.
આ પણ વાંચો: સાવરકરની ફિલ્મની ટીકા કરવા મુદ્દે રાહુલ ગાંધીને ફડણવીસે કરી આ અપીલ
એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે ફરી જોડાવાને લઈ પોતાની ખુશી વ્યક્ત કરતા સાઈ કહે છે કે આ ખૂબ જ શાનદાર અહેસાસ છે, કારણ કે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ એ પ્રોડક્શન હાઉસમાંથી છે, જેની સાથે દરેક લોકો કામ કરવા માગે છે અને મને એમની સાથે ત્રણ વખત કામ કરવાનો મોકો મળ્યો. ડબ્બા કાર્ટેલ સહિત આ મારા કરિયરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
આ પણ વાંચો: રણબીર કપૂરે આલિયાની બહેનોને જૂતા ચોરી માટે આટલા બધા રૂપિયા આપ્યા!
પોતાના સહ-કલાકાર ઈમરાન હાશમી અને પ્રતિક ગાંધીના વિશે સઈ કહે છે કે ઈમરાન અને પ્રતિક ખૂબ જ દમદાર અભિનેતા છે. તેમની સાથે કામ કરવાનો તક મળવાનું મારા માટે સૌભાગ્યની વાત છે. એમાં કામ કરવાની વાતને લઈને પણ હું ખૂબ ઉત્સાહી છું અને મને વિશ્વાસ છે કે અમારા દ્વારા ક્રિએટ કરવામાં આવતા મેજિકને દર્શકો એન્જોય કરશે.