આમિર ખાનના ચાહકોની આતુરતાનો આવ્યો અંત: સિતારે જમીન પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ…

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ચાહકો ઘણા લાંબા સમયથી ‘સિતારે જમીન પર’ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં (Sitaare Zameen Par trailer launch) આવ્યું છે.
બાસ્કેટબોલ કોચની ભૂમિકામાં આમીર ખાન:
‘સિતાર જમીન પર’ના ટ્રેલરમાં, આમિર ખાન એક ચીડિયા સવાભાવનો બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવતા જોવા મળે છે. જેમને ભૂલ પછી સજા તરીકે, દિવ્યાંગ બાળકોને બાસ્કેટબોલની તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવે છે. શરૂઆતમાં, આમિર આ બાળકોથી ગુસ્સે થાય છે પણ પછી તે પૂરા દિલથી તેમને બાસ્કેટબોલ કોમ્પિટિશન માટે તાલીમ આપે છે.
ચાહકોને ફિલ્મનું ટ્રેલર ખુબ પસંદ પડી રહ્યું છે. ફિલ્મની ટેગલાઇન છે – ‘સબકા અપના અપના નોર્મલ હૈ’. આ લાઈન દર્શકોના હૃદયને સ્પર્શી રહી છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
આમિર ખાન છેલ્લે વર્ષ 2022માં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે, ‘સિતાર જમીન પર’ દ્વારા, આમિર ખાન ત્રણ વર્ષ પછી સ્ક્રિન પર જોવા મળશે છે. આ ફિલ્મ 20 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આમીર ખાન પ્રોડક્શનની ફિલ્મ:
આ ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે, તેમણે અગાઉ ‘શુભ મંગલ સાવધાન’ જેવી હીટ ફિલ્મ બનાવી છે. ‘સિતાર જમીન પર’નું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, જે ભારતના સૌથી સફળ પ્રોડક્શન હાઉસમાંનું એક છે. આ બેનરે ‘લપતા લેડીઝ’, ‘દંગલ’, ‘તારે જમીન પર’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘લગાન’ જેવી ઘણી શાનદાર અને યાદગાર ફિલ્મો આપી છે.
‘સિતારે જમીન પર’ની કાસ્ટ:
આ 2007 માં આવેલી ફિલ્મ ‘તારે જમીન પર’ ની સિક્વલ છે. 30 વર્ષની કારકિર્દીમાં આમિર ખાનની આ પહેલી સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનેત્રી જેનેલિયા દેશમુખ મુખ્ય પાત્ર ભજવી રહી છે.
આ સિવાય આરુષ દત્તા, ગોપી કૃષ્ણન વર્મા, વેદાંત શર્મા, નમન મિશ્રા, ઋષિ શહાની, ઋષભ જૈન, આશિષ પેંડસે, સંવિત દેસાઈ, સિમરન મંગેશકર, આયુષ ભણસાલી, ડોલી અહલુવાલિયા, ગુરપાલ સિંહ અને બ્રિજેન્દ્ર કાલા મહત્વની ભૂમિકામાં છે.