ફિલ્મ ફાઇટરનું ટીઝર થયું રિલીઝ, પહેલીવાર ઋતિક રોશન અને દિપીકા પાદુકોણેની જોડી
ફિલ્મ ફાઇટરનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. પહેલીવાર આ ફિલ્મમાં પ્રખ્યાત બોલીવુડ કલાકારો ઋતિક રોશન અને દિપીકા પાદુકોણેની જોડી જોવા મળશે. ફિલ્મમાં હૃતિક અને દીપિકા સિવાય અનિલ કપૂરનો પણ મહત્વનો રોલ છે. તે ગ્રુપ કેપ્ટન રાકેશ રોકી સિંહના રોલમાં જોવા મળશે. જ્યારે હૃતિક સ્ક્વોડ્રન લીડર શમશેર પટ્ટીનો રોલ કરી રહ્યો છે અને દીપિકા સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડનો રોલ કરી રહી છે.
VFX સહિતના એક્શન દ્રશ્યો આ ફિલ્મની ખાસિયત છે. તેનું શૂટિંગ આસામ, હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં થયું છે. આ ફિલ્મ પહેલાં 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તેની રિલીઝ અટકાવી દેવાઇ હતી. આ ફિલ્મમાં ઘણા રિયલ લાઈફ ઈન્ડિયન એરફોર્સ કેડેટ્સે પણ કામ કર્યું છે. ગત વર્ષે 15 ઓગસ્ટે ફિલ્મનું ટીઝર ‘સ્પિરિટ ઓફ ફાઈટર’ નામથી રિલીઝ કરવામાં આવ્યું હતું. 57 સેકન્ડના આ ટીઝરમાં હૃતિક, દીપિકા અને અનિલ કપૂરનો એરફોર્સ ઓફિસર લુક સામે આવ્યો હતો.
ફિલ્મના ટીઝરમાં ઘણા શક્તિશાળી એરિયલ એક્શન સીન્સની ઝલક જોવા મળી છે. નિર્માતાઓએ ફિલ્મમાં ખૂબ જ સારું VFX અને CGI કામ કર્યું છે. એ સિવાય આ ફિલ્મમાં કરણસિંહ ગ્રોવર, સંજીદા શેખ અને અક્ષય ઓબેરોય પણ જોવા મળશે. આ ફિલ્મને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી તરીકે વિકસાવવાનનું ફિલ્મ નિર્માતાઓનું પ્લાનીંગ છે.