સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે નિયમિત નીત અવનવી ફિલ્મો ઈન્ડસ્ટ્રીમાં આવતી રહે છે, જેમાં મોટા ભાગની ફિલ્મો લોકોને પસંદ પડવા લાગે છે. આ વખતે ઈન્ડસ્ટ્રીમાં નવી ફિલ્મે એન્ટ્રી કરી છે અને ફિલ્મનું નામ છે ઉંબરો. શુક્રવારે ફિલ્મને રિલીઝ કરવામાં આવી ત્યારે ‘ઉંબરો’ ફિલ્મની ટીમના કલાકારોએ ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત લીધી હતી.
ફિલ્મના અનુભવો અંગે વાત કરતા નિર્દેશક અભિષેક શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ એક ટ્રાવેલ ફિલ્મ છે, જેમાં મુખ્ય નવ કલાકાર છે. બે કલાકને પંદર મિનિટની ફિલ્મમાં નવે નવ કલાકારોએ સરખી ભૂમિકા ભજવી છે, જ્યારે તમામ લોકોએ દમદાર અભિનય કર્યો છે.
અલબત્ત, 21 દિવસમાં પૂરી કરેલી ફિલ્મનું શૂટિંગ 95 ટકા ફિલ્મ લંડનમાં કર્યું હતું, જે એક જોરદાર અનુભવ છે. જોકે, વિદેશમાં ફિલ્મોના શૂટિંગના અનુભવના સવાલના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે સનરાઈઝથી શરુ કરીને સનસેટ સુધીમાં અમારે ફિલ્મનું શૂટિંગનું પેકઅપ કરતા અને મુશ્કેલી થતી. જોકે, હવામાનના અનેક પડકારો વચ્ચે પણ અમે બધા કુશળ એકસાથે રહીને સફળતાપૂર્વક ફિલ્મ પૂરી કરી હતી એનો આનંદ છે.
આપણ વાંચો: જૂની ગુજરાતી ફિલ્મો: કયારેક ‘સબ ચલતા હૈ’!
આ ફિલ્મમાં સરિતાબેન સોલંકીનું પાત્ર ભજવનાર તેજલ પંચાસરાએ ફિલ્મના કલાકારોથી લઈને મ્યુઝિક અંગે વાત કરતા કહ્યું હતું કે ફિલ્મમાં મ્યુઝિક મેહુલ સુરતીએ આપ્યું છે. ફિલ્મમાં સાવ અંતરિયાળ વિસ્તારમાં રહેતી મહિલા છેક લંડન પહોંચે છે, જે એક સિદ્ધિ સાથે સસ્પેન્સની બાબત છે. મારા ઉપરાંત ફિલ્મમાં અન્ય અભિનેત્રીઓએ પણ આગવી ભૂમિકા ભજવી છે.
દરમિયાન ફિલ્મના અભિનેતા આર્જવ ત્રિવેદીએ ફિલ્મ અંગે કહ્યું હતું કે ફિલ્મમાં સાત સાહિસક બહેનોની ભૂમિકા મેઘધનુષ સમાન છે. ફિલ્મના ટાઈટલ અંગે વાત કરતા કહ્યું હતું કે વાસ્તવમાં આ ફિલ્મનું નામ ઉંબરો છે, જે એક તહેવાર સમાન છે.
ફિલ્મમાં કીર્તિનો અભિનય કરનારા સંજય ગલસરે મુંબઈ સમાચાર સાથે કરતા કહ્યું હતું કે મહિલાઓએ જે ટ્રાવેલ કરે છે એ પહેલી વાર લંડનમાં એકલા ટ્રાવેલ કરે છે.
આપણ વાંચો: કવર સ્ટોરી: હિન્દી – ગુજરાતી ફિલ્મઉદ્યોગે રજની સરને અનુસરવું જોઈએ
કિરણ અને કીર્તિ સાથે મળીને ટ્રાવેલ એજન્સી ચલાવે છે, જ્યારે ગુજરાતના અલગ અલગ ખૂણામાંથી સાત મહિલાઓ એક ટૂર કંપની દ્વારા લંડન પહોંચી છે, જ્યાં અનેક અવરોધો આવવા છતાં તેઓ તમામ મર્યાદાઓ તોડે છે. ઉંબરો ઓળંગીને એકલા ટ્રાવેલ કરીને સફળતાનો શિખરો સર કરે છે, જે ચોક્કસ લોકોને પસંદ એવી સ્ટોરી છે.
ફિલ્મની ટીમમાંથી નિર્દેશક અભિષેક શાહની સાથે અભિનેતા આર્જવ ત્રિવેદી, સંજય ગલસર અને અભિનેત્રી તેજલ પંચાસરાએ ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત લીધી હતી. મુંબઈ સમાચારના ભવ્ય વારસાને જોઈને ટીમે ખુશી વ્યક્ત કરી હતી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘હેલ્લારો’નો નિર્દેશક અભિષેક શાહ દ્વારા વધુ એક ‘ઉંબરો’ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સાત સાહસિક અભિનેત્રીમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, તેજલ પંચાસરા, તર્જની ભાડલા, વિનીતા જોશી, જ્યારે અભિનેતામાં આર્જવ ત્રિવેદી, સંજય ગલસર સહિત અન્ય કલાકારોએ કામ કર્યું છે.