‘એનિમલ’ની સફળતાએ આ અભિનેત્રીની કિસ્મત ચમકાવી નાખી

મુંબઈઃ સંદીપ રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’ની અભિનેત્રી તૃપ્તિ ડિમરી રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં તેના અભિનય સાથે ઈન્ટિમેટ સીનને કારણે અત્યારે ચર્ચામાં આવી ગઈ છે. તૃપ્તિની એક્ટિંગ કે પછી અન્ય કોઈ બાબત પણ રાતોરાત તેના સોશિયલ મીડિયા પરના ફેન્સની સંખ્યામાં જોરદાર વધારો થઈ ગયો છે.

પહેલી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવેલી એનિમલ ફિલ્મમાં તૃપ્તિના અભિનયના લોકો જોરદાર વખાણ કરી રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ પર તેના ફોલોઅર્સની સંખ્યામાં બેગણો વધારો થયો છે. હાલના તબક્કે 2.8 મિલિયન જેટલા ફોલોઅર્સની સંખ્યા પહોંચી છે, જેમાં ચાર અઠવાડિયામાં ફોલોઅર્સની સંખ્યા 400 ટકા વધારો થયો છે.

તૃપ્તિ ડિમરીના ફોલોઅર્સની સંખ્યા લાખોને પાર કરી ગઈ છે, જે આજની તારીખે સંખ્યા વધીને 2.8 મિલિયન થઈ ગઈ છે. ગયા મહિના દરમિયાન હજુ તેના ફોલોઅર્સની સંખ્યા 60,000 હતી. પોસ્ટર બોયઝથી અભિનય ક્ષેત્રે એન્ટ્રી કરી હતી, ત્યારબાદ રોમાન્ટિક ડ્રામા લૈલા મજનુ (2018)માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ એક્શન ફિલ્મ એનિમલ (2023)માં કામ કર્યા પહેલા તૃપ્તિ ડિમરીએ બુલબુલ (2020) અને કાલા (2022)માં કામ કર્યું હતું. અહીં એ જણાવવાનું કે તૃપ્તિ ડિમરી, સંદીપ રેડ્ડીની વાંગાની એનિમલ ફિલ્મમાં રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂર મહત્ત્વની ભૂમિકામાં છે, જ્યારે તેની પાસે અનેક ફિલ્મના પ્રોજેક્ટ પણ છે