સોશિયલ મીડિયા ક્વીન બની ચૂકી છે બે વખત કાસ્ટિંગ કાઉચનો શિકાર

મુંબઈઃ સોશિયલ મીડિયા ક્વીન કહો કે બોલ્ડ અભિનેત્રીની યાદીમાં ઈશા ગુપ્તાનું નામ અચૂક લઈ શકાય, પરંતુ આજે બર્થ ડેને કારણે લાઈમલાઈટમાં આવી છે. તેના બોલ્ડ અંદાજને લઈને તો લોકો તેને યાદ રાખે છે, પરંતુ જન્મદિવસને કારણે આજે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. આજે ઈશા ગુપ્તા પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે, પરંતુ પોતાના કલરને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. એક જૂના ઈન્ટરવ્યૂમાં પણ ઈશાએ કબૂલ્યું હતું કે તેને ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર થવું પડ્યું હતું, તેથી તેને ફિલ્મોમાં કામ મળી રહ્યું નથી.

ભલે ઈન્ડસ્ટ્રીમાં કામ મળી રહ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા મારફત ઈશા ગુપ્તા હંમેશાં ચર્ચામાં રહે છે. 28મી નવેમ્બરના ઈશાનો જન્મદિવસ છે, પરંતુ તેની ફિલ્મી કારકિર્દી કરતા તેની સોશિયલ મીડિયાની લાઈફ વધારે ચર્ચામાં રહે છે, જ્યારે રેગ્યુલર પોસ્ટ કરતી તસવીરો પણ ચર્ચામાં રહે છે. તેના જન્મદિવસે વાત કરીએ તેના દસ બોલ્ડ અંદાજને જે ફોટોગ્રાફે સોશિયલ મીડિયા પર પણ આગ લગાવી હતી.

સૌથી પહેલા ફોટોગ્રાફની વાત કરીએ તો ઈશા ગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કર્યું ત્યારે હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેરીને છવાઈ ગઈ હતી. તેના કર્વી ફિગરને જોઈને પણ લોકો બેચેન બની ગયા હતા, જ્યારે બીજા એક ફોટોગ્રાફમાં તેને બ્લેક કલરના આઉટફીટમાં જોરદાર ફોટોશૂટ કરાવ્યું હતું.

એ અંદાજની પણ લોકોએ નોંધ લઈને તેની પ્રશંસા કરી હતી. બ્લેક કલરના આઉટફીટ સિવાય એક વખત વ્હાઈટ કલરના બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપ્યા હતા, જે ફોટો જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા. હંમેશ અવા નવા ડ્રેસ પહેરીને પણ ચર્ચામાં રહે છે, જેમાં પીળા રંગના ડ્રેસમાં પોઝ આપીને લોકોને તેનો લૂક એટ્રેક્ટિવ લાગ્યો હતો. વ્હાઈટ કલરની મોનોકિની પહેરીને કેમેરા સામે એકદમ સેક્સી લૂક આપીને ચર્ચામાં આવી હતી.

બોલીવુડમાં 11 વર્ષથી એક્ટિવ ઈશા ગુપ્તાએ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ મળ્યો હતો, ત્યારબાદ 2012માં જન્નત ટૂથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ રાજટૂમાં પણ જોવા મળી હતી. 2012માં ત્રણ ફિલ્મ રિલીઝ કર્યા પછી લોકપ્રિય બની હતી.