શ્રીદેવીએ દીકરીને આપી છે જબરજસ્ત સ્કીનકેર ટીપ્સ, તમે પણ અપવાનો અને ચમકો જાહ્નવી જેવા

બોલીવુડનો જાણીતો ચહેરો જાહ્નવી કપૂર અવાર નવાર પોતાની સુરતા અને બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહેતી હોય છે. જાહ્નવીની એક્ટિંગ સ્કીલ અને નેચરલ બ્યુટીને લઈ લાખો લોકોના દિલ જીત્યા છે. પરંતુ શું તમે જાણો છો કે જાહ્નવીની નિખરેલી અને ચમકદાર ત્વચાનું રહસ્ય શું છે? ઘણા લોકો માને છે કે આવી સુંદરતા મોંઘી ક્રીમ્સ અને ટ્રીટમેન્ટનું પરિણામ હશે, પરંતુ જાહ્નવીનો અંદાજ એકદમ સરળ અને ઘરેલું છે, જે તેમની માતા શ્રીદેવી પાસેથી મળ્યો છે.
શ્રીદેવીનો ઘરેલું નુસખો
જાહ્નવી કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે તેની માતા શ્રીદેવીના સ્કિનકેર રૂટિનને ફોલો કરે છે. આ ઉપાય એટલો સરળ છે કે તે તમારા રસોડામાંથી જ તૈયાર થઈ જશે. અને આ ઉપાય માટે તમારે ફક્ત બે વસ્તુઓની જ જરૂર પડશે. આ ઉપાય માટે તમારે જરૂર પડશે માત્ર દહીં અને મધની. આ બંનેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો અને તેને સ્વચ્છ ચહેરા પર 10થી 15 મિનિટ સુધી લગાવી રાખો. આ પેસ્ટ ચહેરાને હાઇડ્રેટેડ, સ્વચ્છ અને ચમકદાર બનાવે છે.
જ્યારે દહીં અને મઘના ઉપાય ઉપરાંત આપણ ચહેરા માટે સ્ટીમ પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈને સાફ કરો, પછી ગરમ પાણીની વરાળને ટુવાલની મદદથી 3થી 5 મિનિટ સુધી ચહેરા પર લો. આ પ્રક્રિયા ત્વચાના છિદ્રોને ખોલે છે અને તેને ઊંડાણથી સાફ કરે છે. જ્યારે દહીં અને મેધની પેસ્ટ સાથે મોસમી ફળો અથવા મેસ થયેલુ કેળું ઉમેરીને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવાથી પણ ચહેરાની ચમક વધે છે. આ પછી, નારંગીના ટુકડાને હળવેથી ચહેરા પર ઘસીને ચહેરા પર બનેલું માસ્ક દૂર કરો.
ત્વચા માટે પોષણ અને ચમક
દહીં, મધ અને કેળાનું આ મિશ્રણ ચહેરાને ત્વચાને ગજબના ફાયદા આપે છે. દહીં ત્વચાને ઊંડાણથી સાફ કરે છે અને તેને નરમ રાખે છે, જ્યારે મધ ત્વચાને હાઇડ્રેશન આપે છે. કેળું ત્વચાને પોષણ આપીને શુષ્કતા દૂર કરે છે અને નેચરલ ચમક લાવવામાં મદદ કરે છે. આ માસ્કથી ત્વચા નરમ અને ચમકદાર બને છે. અને જો આ માસ્ક હટાવ્યા બાદ તમે બદામનું તેલ લગાવશો તો ચહેરાની વિટામિન ઈ ભરપૂર માત્રામાં મળી રહેશે. જે ત્વચાના સોજા ઘટાડે છે અને તેને રિલેક્સ રાખે છે.
જ્યારે કોઈ પણ સ્કિનકેર રૂટિન સનસ્કીન વગર અધૂરું છે. બદામનું તેલ લગાવ્યા પછી ચહેરા પર સનસ્ક્રીન લગાવવું જરૂરી છે, જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. આ સરળ પરંતુ અસરકારક રૂટિન જાહ્નવીની ચમકદાર ત્વચાનું રહસ્ય છે.
ડિસ્ક્લેમર: આ સ્કિનકેર રૂટિનની માહિતી જાહ્નવીના ઇન્સ્ટાગ્રામ વીડિયો પર આધારિત છે. કોઈપણ ઉપાઈ અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.