ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રી કોણ? રૂપાલી ગાંગુલી કે તેજસ્વી પ્રકાશ નહીં, આ નામ જાણીને ચોંકી જશો! | મુંબઈ સમાચાર

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રી કોણ? રૂપાલી ગાંગુલી કે તેજસ્વી પ્રકાશ નહીં, આ નામ જાણીને ચોંકી જશો!

મુંબઈઃ ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી સુંદરીઓ છે, જેમનો ચાર્મ આજ સુધી જોવા મળી રહ્યો છે. લોકો ફક્ત આ સુંદરીઓના અભિનયથી જ નહીં, પણ તેમની સુંદરતાથી પણ પ્રભાવિત થાય છે. સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સૌથી ધનિક ટીવી અભિનેત્રી કોણ છે.

‘નાગિન’ ફેમ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ધનવાન નથી

તેજસ્વી પ્રકાશથી લઈને રૂપાલી ગાંગુલી સુધી, આજકાલ બધા જ સમાચારમાં છે. તેજસ્વી ‘નાગિન’ અને ‘બિગ બોસ’માં જોવા મળી ચૂકી છે. જોકે, આમ છતાં પણ તે સંપત્તિમાં પાછળ છે. નાના પડદાની સૌથી ધનિક વહુ બીજી કોઈ નહીં પણ શ્વેતા તિવારી છે.

આપણ વાંચો: આ છે Khatron Ke Khiladi – 14ની સૌથી ધનિક કન્ટેસ્ટંટ, તેની નેટવર્થ સાંભળીને તમે વિશ્વાસ નહીં કરો

તિવારીની કુલ સંપત્તિ ૮૧ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

‘કસૌટી જિંદગી કી’માં પ્રેરણા તરીકે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર શ્વેતાએ સખત મહેનતના બળે એક ખાસ સ્થાન મેળવ્યું છે. અહેવાલો અનુસાર શ્વેતા તિવારીની કુલ સંપત્તિ ૮૧ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ટીવી શો ઉપરાંત, શ્વેતા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો પણ કરે છે. તેણે બિગ બોસ સીઝન 4 પણ જીતી છે. શ્વેતા છેલ્લે ‘મૈં હૂં અપરાજિતા’માં જોવા મળી હતી.

રૂપાલી ગાંગુલી આજકાલ અનુપમાનું પાત્ર ભજવીને ઘણી ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર, રૂપાલીની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે. બીજી તરફ, તેજસ્વી પ્રકાશની નેટવર્થ વિશે વાત કરીએ તો તે 25 કરોડ રૂપિયાની માલિક છે.

આપણ વાંચો: છૂટાછેડા પછી પણ જેનિફરનો દબદબો: જાણો તેની કેટલી છે સંપત્તિ?

અભિનેત્રીને બિગ બોસથી ઘણી લોકપ્રિયતા મળી હતી. રિપોર્ટ અનુસાર, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર શિવાંગી જોશીની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અક્ષરા એટલે કે હિના ખાનની કુલ સંપત્તિ 52 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. નિયા શર્માની કુલ સંપત્તિ 70 કરોડ રૂપિયા છે, જ્યારે દિવ્યાંકા ત્રિપાઠીની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. દિવ્યાંકાએ ‘યે હૈ મોહબ્બતેં’માં ઇશિતા ભલ્લાની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button