મનોરંજન

‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની રિલીઝ ડેટ આ કારણે પોસ્ટપોન્ડ

મુંબઈ: વિક્રાંત મેસ્સી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. બાલાજી ટેલિ ફિલ્મ હેઠળ બનેલી આ ફિલ્મને હવે બે ઓગસ્ટે રિલીઝ કરવામાં આવવાની છે. 2002માં ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સ્પ્રેસમાં થયેલી ઘટના પર આધારિત આ ફિલ્મને નિર્માણ કરવામાં આવી છે.

‘ધ સાબરમતી રિપોર્ટ’ ગોધરાકાંડ પર આધારિત છે જેને લીધે આ ફિલ્મ રિલીઝ પહેલા જ અનેક વિવાદોમાં સપડાઇ છે. તાજેતરમાં ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કર્યા બાદ તરત જ બાદ લોકો આ ફિલ્મ અને સાબરમતી એક્સ્પ્રેસ પર થયેલા હુમલાની સચ્ચાઈ જાણવા માટે આતુર થઈ ગયા છે.


આ પણ વાંચો:
શું આમિર ત્રીજી વાર લગ્ન કરશે…જાણો શું કહ્યું અભિનેતાએ

આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે બાલાજી મોશન પિકચર દ્વારા ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે મોકલવામાં આવી હતી અને તે બાદ ફિલ્મને ત્રણ મેએ થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિલ્મના રીલીઝ ડેટને આગળ ધકેલવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આચારસંહિતાને લીધે આ ફિલ્મને લઈને વિવાદ સર્જાવાની શક્યતાએ આ ફિલ્મની રિલીઝ ડેટને આગળ ધકેલવામાં આવી છે. આ ફિલ્મ પહેલા ત્રણ મેએ રિલીઝ થવાની હતી, જેને હવે બદલીને બે ઑગસ્ટ 2024 કરવામાં આવી છે. તેમ જ આ ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ કરવામાં આવશે એ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


આ પણ વાંચો:
Film Pushpaના આ Starનો બોક્સ ઓફિસ પર દબદબો, 20 કરોડની ફિલ્મથી કરાવી 100 કરોડની કમાણી…

લોકસભાની ચૂંટણી થયા બાદ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મને રંજન ચંદેલે ડિરેક્ટ કરી છે અને શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહને પ્રોડ્યુસ કરી છે. જેથી હવે આ ફિલ્મ બે ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button