ન ડાયેટ ન જીમ તો પણ જેઠાલાલનું 16 કિલો વજન કઈ રીતે ઉતર્યુઃ જાણો અભિનેતાએ શું કહ્યું

મુંબઈ: છેલ્લા 17 વર્ષથી ટીવી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નામની સીરિયલ આવી રહી છે. આ શોમાં હિટલર જેવી મુછો ધરાવતા જેઠાલાલનું પાત્ર ઘણું લોકપ્રિય બન્યું છે. જેને દિલીપ જોશી નામના ગુજરાતી કલાકાર ભજવી રહ્યા છે.
આ સીરિયલની શરૂઆતથી તેઓ હૃષ્ટપુષ્ટ શરીર ધરાવે છે. પરંતુ તાજેતરમાં તેમણે 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું હોવાની વાત સામે આવી છે. દિલીપ જોશીએ પોતાના આ ઘટેલા વજનની સાચી વાત જણાવી છે.
આપણ વાંચો: જેઠાલાલને ફરી બાલકનીમાં જોવા મળશે બબીતા! અફવાઓ વચ્ચે મુનમુને તોડ્યું મૌન
દિલીપ જોશીએ જણાવ્યું વજન ઘટાડવાનું કારણ
દિલીપ જોશીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1982થી કરી હતી. 2008થી તેઓ જેઠાલાલના પાત્રમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલા રહ્યા છે. આટલા વર્ષો દરમિયાન તેઓનું શરીર વધતું રહ્યું છે.
પરંતુ અચાનક તેમણે 16 કિલો વજન ઘટાડ્યાની વાત સામે આવતા લોકોને આશ્વર્ય થયું હતું. સૌ કોઈ એ જાણવાની કોશિશ કરતા હતા કે, દિલીપ જોશીએ માત્ર 45 દિવસમાં 16 કિલો વજન કેવી રીતે ઘટાડ્યું?
આપણ વાંચો: TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…
આ વાત જ્યારે દિલીપ જોશીને ખબર પડી ત્યારે તેઓને પણ નવાઈ લાગી હતી. કારણ કે તેમણે કોઈપણ પ્રકારનું ડાયટ ફોલો કર્યું નથી કે વજન ઘટાડ્યું નથી. આ એક અફવા હતી. આ અંગે દિલીપ જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, “તાજેતરમાં વાયરલ થયેલો મારો વીડિયો હાલનો નહીં, પરંતુ વર્ષો જૂનો છે. તે 1992નો છે. ખબર નહી કોણે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે, પોતાના ફિલ્મી કરિયર દરમિયાન દિલીપ જોશીએ મેને પ્યાર કિયા, ફિર ભી દિલ હે હિંદુસ્તાની, ખિલાડી 420, ફિરાક, હમરાઝ, વોટ્સ યોર રાશિ જેવી ફિલ્મો તથા એફઆઈઆર સીરિયલમાં કામ કર્યું છે. જોકે, છેલ્લા 17 વર્ષથી તેઓ જેઠાલાલનું પાત્ર ભજવીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે.