મનોરંજન

બોક્સઓફિસ પર પ્રભાસનો દબદબો: ‘ધ રાજાસાબ’ સામે ‘ધુરંધર’ ફિક્કી પડી, જાણો કેટલી કમાણી કરી

મુંબઈ: છેલ્લા એક મહિનાથી બોક્સઓફિસ પર ‘ધુરંધર’ ફિલ્મનો જાદુ છવાયેલો છે. ફિલ્મ દરરોજ ઓછામાં ઓછી 4 કરોડની કમાણી કરી રહી છે, પરંતુ આજે સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘ધ રાજાસાબ’ રિલીઝ થતાની સાથે જ બોક્સઓફિસ પર ‘ધુરંધર’ ફિલ્મનો પ્રભાવ ઘટી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

પ્રભાસની હોરર-કોમેડી ફિલ્મ ‘ધ રાજાસાબ’ આજે રિલીઝ થઈ ચૂકી છે. જેનો દર્શકો તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મે ‘ધુરંધર’ ફિલ્મને પણ ફિક્કી પાડી દીધી છે. ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ‘ધ રાજાસાહબ’ ફિલ્મે પહેલાં દિવસે 15.34 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે આજે ‘ધુરંધર’ ફિલ્મે માત્ર 1.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

300થી 350 કરોડ રૂપિયાના બજેટ સાથે તૈયાર થયેલી આ ફિલ્મને મારુતિએ ડિરેક્ટ કરી હતી, જેમાં પ્રભાસ ઉપરાંત સંજય દત્ત, જરીના વહાબ, બમન ઈરાની, માલવિકા મોહનન, રિદ્ધિ કુમાર, નિધિ અગ્રવાલ જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેમની એક્ટિંગની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ‘બાહુબલી’ ફિલ્મ બાદ પ્રભાસને ફેમ મળ્યું હતું. જોકે, ત્યારબાદ આવેલી તેની ‘સાહો’ ફિલ્મે બોક્સઓફિસ પર એવરેજ કમાણી કરી હતી. જ્યારે તેની ‘રાધેશ્યામ’ અને ‘આદિપુરુષ’ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. 2023માં આવેલી ‘સાલાર’ ફિલ્મે સારી એવી કમાણી કરાવી હતી. જ્યારે 2024માં આવેલી ‘કલ્કિ 2898 એડી’ ફિલ્મ પ્રભાસના કમબેક સમાન સાબિત થઈ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button