મનોરંજન

સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 એ રિલિઝ થયા પહેલા છાપી લીધા આટલા કરોડ રૂપિયા

સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ અને મ્યુઝિક ડીલ્સ જેવી બિન-થિયેટર કમાણીથી 135 કરોડ રૂપિયાની કમાણી કરી

મુંબઈઃ અક્ષય કુમાર (Akshay Kumar), રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સહિત મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ (Multi-star cast film) ‘હાઉસફુલ 5’ (Housefull 5) સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાઉસફુલ 5 ફિલ્મ બે દિવસ પછી 6 જૂને સિનેમાઘરોમાં દસ્તક દેવાની છે. મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ હોવાથી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તેવું લાગે છે. કારણે ‘હાઉસફુલ 5’ ફિલ્મે રિલિઝ થયા પહેલા જ 100 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેલર રિલિઝ થયા પછી આ ફિલ્મનો ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે તેનું એડવાન્સ બુકિંગ પણ જોરશોરથી થઈ રહ્યું છે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં 5000 સ્ક્રીન પર રિલિઝ થશે.

હાઉસફુલ 5 ફિલ્મ પાછળ રૂપિયા 375 કરોડનો ખર્ચ થયો

હાઉસફુલ 5′ ફિલ્મની મણિરત્નમ દિગ્દર્શિત (Directed by Mani Ratnam) અને કમલ હાસન (Kamal Haasan) અભિનીત ‘ઠગ લાઈફ’ (Thug Life) થી બોક્સ ઓફિસ પર સીધી સ્પર્ધા થવાની છે. પરંતુ ટક્કર છતાં, ‘હાઉસફુલ 5’ એ બોક્સ ઓફિસ પર પોતાનું પ્રદર્શન દેખાડવામાં સફળ રહેવાની છે. અક્ષય કુમારની આ ફિલ્મે રિલિઝ પહેલા જ 100 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મનું દિગ્દર્શન તરુણ મનસુખાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે કુલ 375 કરોડનો ખર્ચો થયો હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. પ્રમોશનનું બજેટ કાઢી નાખવામાં આવે તો ફિલ્મ બનાવા માટે 225 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

‘હાઉસફુલ 5’ અત્યાર સુધીની સૌથી મોંઘી કોમેડી ફિલ્મ

મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ ‘હાઉસફુલ 5’ અત્યાર સુધીની સૌથી મોંઘી કોમેડી ફિલ્મ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘હાઉસફુલ 5’ એ રિલિઝ પહેલા જ 100 કરોડથી વધુનો વેપાર કર્યો છે. સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ અને મ્યુઝિક ડીલ્સ જેવી બિન-થિયેટર કમાણીથી 135 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મતલબ કે રિલિઝ થાય પહેલા આટલી કમાણી કરી છે. તો બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા અચંબિત કરે તેવા હોઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

‘હાઉસફુલ 5’ બોક્સ ઓફિસ પર ઠગ લાઈફને ટક્કર આપશે

‘હાઉસફુલ 5’ ફિલ્મ બનાવવા પાછળ જેટલા ખર્ચો થયો છે, તેને જોતા આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર લાંબી રેસ લગાવવી પડશે. જો કે, અત્યારે કમલ હાસનની ઠગ લાઈફ સિવાય ‘હાઉસફુલ 5’ને ટક્કર આપી શકે તેવી કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર નથી. જેથી મેકર્સને સારી કમાણીની આશા છે. ખર્ચને પહોંચી વળવા અને નફો કમાવવા માટે તેને વિશ્વભરમાં રૂપિયા 325 કરોડ કે તેથી વધુની કમાણી કરવી પડશે. આ ફિલ્મમાં અનેક સસ્પેન્સ રાખવામાં આવ્યાં છે. જેથી ફિલ્મ ચાહકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે સક્ષમ છે.

આ પણ વાંચો….હાઉસફુલ 5માં જેકલીન ફર્નાન્ડીઝને પડકારતી પંજાબી હિરોઈન કોણ હશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button