‘મિશન ઈમ્પોસિબલ’ સ્ટાર પોતાનાથી 25 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરે છે, જાણો કોણ છે?
લૉસ એન્જલસઃ હોલિવૂડના ટોચના અભિનેતા ટોમક્રુઝ ફરી એક વખત રિલેશનમાં આવ્યા હોવાની જોરદાર ચર્ચા થઈ રહી છે. ટોમ ક્રુઝ આ નવા રિલેશનથી એનક લોકોએ અભિનેતા પ્રત્યે નારાજગી પણ વ્યકત કરી હોવાનું પણ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. આ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 61 વર્ષનો ટોમક્રુઝ તેનાથી 25 વર્ષ નાની રશિયન મોડલ એલ્સિના ખાયરોવાને ડેટ કરી રહ્યો છે.
થોડા સમય પહેલા ટોમ અને એલ્સિના લંડનમાં યોજાયેલી મેગા ઈવેન્ટમાં સાથે ગયા હોવાનો ખુલાસો ટોમ ક્રૂઝના એક નજીકના મિત્રએ કર્યો હતો, પણે બંને કોઈ પણ તસવીરમાં સાથે ન જોવા મળતા તેમના રિલેશનની વાત હજી સુધી એક અફવા જ ગણવામાં આવી રહી છે. ટોમ અને એલ્સિના બંને અલગ અલગ અનેક વખત પાર્ટીમાં જોવા મળ્યા છે ત્યાર બાદ એકબીજાને ગુપ્ત રીતે પણ મળતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
‘મિશન ઇમપોસિબલ’ ફિલ્મના જાણીતા અભિનેતા ટોમ ક્રૂઝ અને રશિયન મોડલ એલ્સિના ખાયરોવા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાત ટોમના નજીકના મિત્રોને ખબર છે પણ બંનેએ આ બાબતને હજી સુધી લોકોથી છુપાવી પ્રાઇવેટ રાખી છે. એલ્સિના રશિયન સાંસદની દીકરી છે અને તેના પિતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પણ નજીકના છે એવું કહેવામા આવી રહ્યું છે. એલ્સિનાએ રશિયન બિઝનેસમેન દિમિત્રી ત્સ્વેત્કોવ સાથે લગ્ન કર્યા હતા. જોકે 2022માં બંનેનું ડિવોર્સ થઈ જતાં એલ્સિના ચર્ચામાં આવી હતો.
તમને જણાવવાનું કે 61 વર્ષના ટોમક્રુઝે 2006માં કેટી હોમ્સ નામની એક અભિનેત્રીથી લગ્ન કર્યા હતા, અને 2012માં બંનેએ છૂટાછેડા લીધા હતા. ટોમક્રુઝે ત્રણ વખત લગ્ન કર્યા છે, કેટી હોમ્સ પહેલા ટોમ નિકોલ કિડમેન સાથે 11 વર્ષ લગ્નના બંધનમાં રહ્યો હતો તેમ જ ટોમને ત્રણ બાળક પણ છે, આ સાથે ટોમની પહેલી પત્ની મીમી રોજર્સ સાથે પણ તે ત્રણ વર્ષ રહ્યો હતો.