મનોરંજન

ફિલ્મ રામાયણના ભગવાન રામ અને સીતાનો લુક થયો વાઇરલ

લોકો નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ફિલ્મના સેટ પરથી રણબીર અને સાઈ પલ્લવીની કેટલીક તસવીરો લીક થઈ છે. આ તસવીરોમાં રણબીર કપૂર ભગવાન રામના રૂપમાં જોવા મળી રહ્યો છે. જ્યારે સાઈ માતા સીતાના ગેટઅપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ ફોટા જોયા પછી ચાહકોની ઉત્તેજના વધુ વધી ગઈ છે.

‘રામાયણ’ના સેટ પહેલા જ તસવીરો લીક થઈ હતી. આવી સ્થિતિમાં મેકર્સે સેટ પર ‘નો ફોન પોલિસી’ લગાવી દીધી હતી, પરંતુ આ દરમિયાન ફરીથી ફોટો લીક થવાથી મેકર્સ માટે મુશ્કેલી સાબિત થઈ છે. અગાઉ જે ફોટો સામે આવ્યો હતો તેમાં રણબીર ઝભ્ભો પહેરીને સ્ક્રિપ્ટ વાંચતો જોવા મળ્યો હતો. જ્યારે સાઈ પલ્લવી તેના માથા પર મોટા બનારસી સિલ્ક દુપટ્ટા સાથે શોટ કરતી જોવા મળી હતી.

ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે રણબીર શાકાહારી ખોરાક ખાય છે અને જોરશોરથી કસરત કરી રહ્યો છે. રણબીર ફિલ્મના સેટ પર ડમ્બેલ્સ ઉપાડતો અને અલગ-અલગ કસરત કરતો પણ જોવા મળ્યો છે. તે સ્વિમિંગ, સાઇકલિંગ અને લોંગ જમ્પિંગ જેવી કસરતો કરી રહ્યો છે.

આ ફિલ્મની વાત કરીએ તો રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે, જ્યારે સાઇ પલ્લવી સીતા માતાનું પાત્ર ભજવે છે. KGF ચેપ્ટર-2 સ્ટાર યશ રાવણનું પાત્ર ભજવે એ માટે વાતચીત ચાલી રહી છે. હનુમાનજીના રોલ માટે સની દેઓલની વિચારણા કરવામાં આવી રહી છે. વિજય સેતુપથી વિભીષણનું પાત્ર ભજવશે. લારા દત્તા પણ મહત્વપૂર્ણ રોલમાં છે. નિતેશ તિવારીની રામાયણ 500 કરોડથી વધુનુ બજેટ ધરાવે છે.

હાલમાં તો તમે આ ફિલ્મની લીક થયેલી તસવીરો જુઓ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button