મનોરંજન

મંડપમાં દુલ્હન સાથે રોમાન્ટિક થયો કપૂર ખાનદાનનો નબીરો

કપૂર પરિવારમાં ઉત્સવનો માહોલ છે. કરીના અને કરિશ્મા કપૂરના પિતરાઇ ભાઈ આદર જૈને તેની પ્રેમિકા અલેખા અડવાણી સાથે સાત ફેરા લીધા છે. અને સાત જીવન સુધી સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી છે આદર જૈન અને અલેખા અડવાણીના લગ્ન પછીનો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં આજે આદર જૈન અને અલેખા અડવાણીએ ગોવામાં ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા હતા. હવે તેમણે મુંબઈમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા છે. 21 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં તેમના ભવ્ય લગ્ન સંપન્ન થયા હતા, જેમાં કપૂર પરિવારના ઘણા સભ્યો ઉપરાંત બોલીવુડના સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

આદર અને અલેખા અડવાણીના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. તેમના વરમાળા સમારોહના પણ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. અલેખા અડવાણી મંડપમાં પ્રવેશતી વખતનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં અલેખા અડવાણી ડાન્સ કરતી અને વરરાજા તરફ આગળ વધતી જોવા મળે છે. તે સમયે દુલ્હનને જોઈને આદર પણ હસતો જોવા મળે છે અને નીતુ કપૂર ખાનદાનની નવી વહુનો વિડીયો રેકોર્ડ કરતી જોવા મળે છે. તેના મોઢા પરનું સ્મિત તેની ખુશીને દર્શાવી રહ્યું છે. લગ્નના બીજા એક વીડિયોમાં આદર અને અલેખા અડવાણી વરમાળા પછી મંડપમાં એકબીજા સાથે રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. લાલ પોશાકમાં સજ્જ અલેખા અડવાણીને આદર પ્રેમથી જોઇ રહ્યો હતો અને તેણે બધાની હાજરીમાં પોતાની પ્રેમિકાને માથે કિસ જડી દીધી હતી. લગ્ન પછી આદર અને અલેખા અડવાણીએ પાપારાઝીઓને ઘણા પોઝ પણ આપ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા હતા. ચાહકો પણ આ નવદંપતીને આશીર્વાદ આપી રહ્યા છે.

આદર જૈને ક્રીમ રંગની શેરવાની પહેરી હતી જેના પર બારીક ભરત કામ કરવામાં આવ્યું હતું. તેણે મેચિંગ પાઘડી અને નીલમણીનો હાર પહેર્યો હતો. જ્યારે અલેખા અડવાણી લાલ રંગનો પોશાક પહેરીને આવી હતી. તેણે સુંદર ઘરેણા અને સોનરી ભરતકામવાળો લાલ લહેંગો પહેર્યો હતો. ગળામાં હાર, મેચીંગ ઇયરિંગ્સ અને લાલ બંગડીઓથી તેણે પોતાના લુકને પૂર્ણ કર્યો હતો.

આ પણ વાંચો…છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ

સપ્ટેમ્બર 2023માં આદરે તેની પ્રેમિકા અલેખા અડવાણીને દરિયાકિનારે પ્રપોઝ કર્યું હતું. નવેમ્બર 2023 માં તેઓએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક પોસ્ટ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. અલેખા અડવાણી પહેલા આદર જૈન અભિનેત્રી તારા સુતારીયાને ડેટ કરી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button