‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2’માં તુલસી વિરાણીનો ફર્સ્ટ લૂક જાહેર, જૂની યાદો તાજી થઈ…

મુંબઈઃ સ્મૃતિ ઈરાની ઘણા વર્ષો પછી તુલસી તરીકે દર્શકો સમક્ષ પરત ફરી રહી છે. તેમની બહુપ્રતિક્ષિત સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માંથી તેમનો પહેલો લૂક ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.
વર્ષ 2000માં પ્રસારિત થયેલી અને આઠ વર્ષ સુધી સફળતાપૂર્વક ચાલેલી આ સિરિયલની બીજી સીઝન દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે, જેનાથી ચાહકો ખૂબ ખુશ છે. આ દરમિયાન, શોમાં તુલસી વિરાણીનું પાત્ર ભજવતી સ્મૃતિ ઈરાનીનો પહેલો લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે અને દર્શકોને પસંદ પડ્યો છે.
સેલિબ્રિટી પાપારાઝી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘ઇન્સ્ટન્ટ બોલીવુડ’ એ આજે એક પોસ્ટ શેર કરીને સ્મૃતિ ઈરાનીનો ફર્સ્ટ લુક શેર કર્યો. આ પોસ્ટમાં શોમાં તુલસી વિરાણીનું પાત્ર ભજવતી સ્મૃતિ ઈરાનીને મરૂન રંગની સાડીમાં જોઈ શકાય છે.
આપણ વાંચો: સ્મૃતિ ઈરાનીએ કેમ છોડી ક્યોં કી સાસ ભી કભી બહુ થી સિરીયલ, કર્યો ચોંકાવનારો ખુલાસો…
સાથે કપાળે તેની સિગ્નેચર સ્ટાઇલ લાલ બિંદી છે, આ સાથે તેણે પરંપરાગત ઘરેણાં પણ પહેર્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને પોતાના વિચારો શેર કર્યા હતા.
સ્મૃતિ ઈરાનીને ફરી એકવાર તુલસીના લુકમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. સ્મૃતિ ઈરાનીના લુક પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું હતું કે બધા લોકપ્રિય ટીવી શો ફરીથી શરુ કરો. બીજા એક યુઝરે ટિપ્પણી કરી હતી કે તુલસીએ પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું. તો ત્રીજાએ યુઝરે લખ્યું હતું કે અમે ખૂબ જ ઉત્સાહી છીએ. કૃપા કરીને તેના વિશે જજમેન્ટલ ન બનો.
ગયા અઠવાડિયે સ્મૃતિ ઈરાનીએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોની 25મી વર્ષગાંઠ પર કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, “25 વર્ષ પહેલાં, એક વાર્તા ભારતીય ઘરોમાં પ્રવેશી અને ચૂપચાપ અસંખ્ય લોકોના જીવનનો ભાગ બની ગઈ, કારણ કે સાસ ભી કભી બહુ થી ફક્ત એક શો નહોતો – તે લાગણી, સ્મૃતિ અને અનુષ્ઠાન હતું.
એક એવો સમય જ્યારે પરિવારો બધું ભૂલીને સાથે બેસતા, રડતા, હસતા, આશા રાખતા. તુલસીને પોતાના પરિવારનો ભાગ બનાવનારા દરેક દર્શકનો આભાર – આ સફર ફક્ત મારી નહોતી. તે આપણી હતી. અને હંમેશા રહેશે.”
આઇકોનિક શોની મુખ્ય સ્ટાર કાસ્ટમાં તુલસી વિરાણી તરીકે સ્મૃતિ ઈરાની, મિહિર મનસુખ વિરાણી તરીકે અમર ઉપાધ્યાય, ડૉ. મંદિરા ગુજરાલ તરીકે મદિરા બેદી, ગોવર્ધન વિરાણી તરીકે દિનેશ ઠાકુર, અંબા વિરાણી તરીકે સુધા શિવપુરી અને અન્યનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન પહેલા ત્રીજી જુલાઈ શરુ થવાની હતી, જો કે, હવે તેમાં વિલંબ થયો છે.