પહેલા જ અઠવાડિયામાં’ધુરંધર’ ફિલ્મ પહોંચી 200 કરોડને પાર, પરંતુ આ રેકોર્ડ ન તોડી શકી

મુંબઈ: આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સથી બનેલી આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. પોઝિટિવ વર્ડ-ઓફ-માઉથના કારણે ફિલ્મને ઘણો ફાયદો થયો છે. જેનો અંદાજ તેના બોક્સ ઓફિસ કલેક્શન પરથી જોઈ શકાય છે.
ધુરંધર ફિલ્મનું કલેક્શન 200 કરોડને પાર
‘ધુરંધર’ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 207.25 કરોડનું શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. આ સાથે ‘ધુરંધર’ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 200 કરોડ કરતાંય વધારે કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. આગામી સમયમાં આ ફિલ્મ 250 કરોડને પાર પહોંચી જશે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. જોકે તેમ છતાંય એવી 11 ફિલ્મો છે, જેનો રેકોર્ડ ‘ધુરંધર’ ફિલ્મ તોડી શકી નથી.

રણવીર સિંહની આ ફિલ્મ ટોપ 11 ફિલ્મોનો રેકોર્ડ તોડી શકી નથી. પરંતુ દિવસેને દિવસે તેની કમાણી વધી રહી છે. પહેલા અઠવાડિયામાં જ આ ફિલ્મ વર્લ્ડ વાઇડ 313.75 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. જે દર્શાવે છે કે ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે.
ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાની એક્ટિંગના વખાણ
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ ફિલ્મ છેલ્લા એક અઠવાડિયાથી થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. જોકે, થિયેટરમાં ફિલ્મ જોઈને આવનારા દર્શકો રણવીર સિંહના નહીં, પરંતુ અક્ષય ખન્નાની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. હાલ ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી સાથેનું ‘FA9LA’ ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો…ધુરંધરની સફળતા પછી અક્ષય ખન્ના હવે નવા અવતારમાં જોવા મળશે, લૂક વાયરલ



