મનોરંજનસ્પોર્ટસ

Hardik Pandya-Ananya Pandayની લવસ્ટોરીનું The End? જાણો કોણે કર્યો આવો ખુલાસો…

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ નતાસા સ્ટેનકોવિકના છુટાછેડા (Hardik Pandya- Natasa Stankovic Divorce) બાદથી હાર્દિક પંડ્યાનું નામ બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Bollywood Actress Ananya Panday) સાથે જોડવામાં આવી રહ્યું હતું અને એમના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિક અને અનન્યાની કેમેસ્ટ્રી જોવા મળી હતી અને ત્યારથી જ આ ચર્ચાને આધાર મળ્યો હતો. પરંતુ હવે નતાસાની જ એક નજીકની વ્યક્તિએ આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખુલાસાને કારણે હાર્દિક-અનન્યાની લવ સ્ટોરી પર શરૂ થતાં પહેલાં જ પૂર્ણવિરામ મૂકાઈ જશે એ વાત તો ચોક્કસ છે.. ચાલો જોઈએ શું છે આ ખુલાસો-

આ પણ વાંચો: ફૂલ તુમ્હેં ભેજા હૈ ….. 25 વર્ષીય અભિનેત્રીના પ્રેમમાં ડૂબ્યો હાર્દિક, સંબંધોની પુષ્ટિ કરી!

વાત જાણે એમ છે કે હાર્દિક અને નતાસાએ ચાર વર્ષ પહેલાં જ લગ્ન કર્યા હતા અને બંનેને એક દીકરો અગસ્ત્ય પણ છે. પરંતુ ગયા અઠવાડિયે જ બંનેએ લાંબા સમયથી અફવાઓ અને અટકળો બાદ સત્તાવાર રીતે પોતાના ડિવોર્સની જાહેરાત કરી હતી. નતાસા-હાર્દિકની જોડી તૂટતા ફેન્સ દુઃખી થયા હતા પણ હવે આ બધા વચ્ચે હાર્દિકનું નામ અનન્યા સાથે જોડાવવાને કારણે ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: હાર્દિકના બદલે સૂર્યકુમારને કેમ બનાવ્યો ટી-20નો કેપ્ટન? અગરકરે શું આપ્યો જવાબ

આ સિવાય અનંત અને રાધિકાના લગ્નમાં હાર્દિક અને અનન્યા ડાન્સ કરતાં, ચિલ કરતાં જોવા મળ્યા હતા એના વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયા હતા અને લોકોએ તો એમની જોડી પણ બનાવી દીધી હતી. આટલું ઓછું હોય તેમ લોકોએ એ પણ શોધી કાઢ્યું હતું કે હાર્દિક અને અનન્યાએ સોશિયલ મીડિયા પર એક બીજાને ફોલો કરવાનું શરૂ કર્યું છે તો તેમણે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ઉડાવવાનું શરૂ કર્યું. પણ હવે અનન્યા પાંડેના જ એક નજીકની વ્યક્તિએ આ બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: પ્રેમ આંધળો છે લગ્ન આંખો ખોલી નાખે’ હાર્દિક અને નતાશાના છૂટાછેડા બાદ આ ડિરેકટરે શું કહ્યું ?

સૂત્રોના જણાવ્યા અનુસાર અનન્યા અને હાર્દિકે અનંત-રાધિકાના લગ્નમાં ખાસ્સો એવો સમય સાથે સ્પેન્ટ કર્યો હતો અને અનન્યા આવી જ છે. એ જેને પણ મળે છે એની સાથે એકદમ ફ્રેન્ડલી થઈ જાય છે. એ એક ખુશીની પળ હતી અને બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. પરંતુ લોકો એમની વચ્ચે જે રોમેન્ટિક એંગલ શોધી રહ્યા છે એમની જાણ માટે કે અનન્યા હાલમાં પોતાના કામ પર ફોકસ કરી રહી છે. તેની પાસે ફિલ્મો અને ઓટીટી પ્રોજેક્ટ્સ લાઈનમાં છે. તે પોતાની એનર્જી કરિયર પર ફોકસ કરવા માંગે છે એટલે હાર્દિક અને અનન્યાને કપલ ગણાવનારી તમામ સ્ટોરીઝ પાયાવિહોણી છે.

આ પણ વાંચો: હાર્દિકથી દૂર થયા બાદ નતાશા કોના પર વરસાવી રહી છે પ્રેમ, જુઓ

અનન્યાની લવલાઈફની વાત કરીએ તો થોડાક સમય પહેલાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનું બ્રેકઅપ થયું હતું અને આદિત્ય પહેલાં તે ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button