બચ્ચન પરિવારની લાડલીએ પોલ ખોલી નાખી, કહ્યું કે મળે છે મોટા પરિવારમાં હોવાનો ફાયદો
બોલીવૂડના મહાનાયક Amitabh bachchanના દીકરા અભિષેકના પરિવારથી તો સૌકોઈ વાકેફ છે, પણ હાલ તેની પ્રપોત્રીએ એક પોડકાસ્ટથી ચર્ચા જગાવી છે. અમિતાભની પ્રપોત્રી Navya naveli nandaએ માત્ર 21 વર્ષની ઉંમરમાં બિઝનેસ વર્લ્ડમાં પગ માંડીને સૌકોઈને સરપ્રાઈઝ કરી દીધા છે.
બિગ બીના સ્ટાર્સ પરિવારની જેમ ભલે નવ્યા એન્ટરટેનમેન્ટ જગતમાં ઉતરી ન હોય પણ પોતાના અચીવમેન્ટથી તે અવાર નવાર લોકોને હૈરાન કરી રહી છે. ગત કેટલાક દિવસોમાં તેણે What the hell Navya નામથી એક પોડકાસ્ટ શરૂ કર્યું છે. આ પોડકાસ્ટમાં તેણે અલગ-અલગ મુદ્દાઓ પર વાત માંડી હતી. નવ્યાએ એક સ્ટ્રોન્ગ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવાના ફાયદા, સેલેબ્રિટી હોવા અને બોલીવૂડમાં કરિયર જેવા વિષયો પર ખુલીને વાત કરી હતી.
નવ્યા નવેલી નંદાએ જણાવ્યું હતું કે કઈ રીતે એક મોટા પરિવારથી હોવાના કારણે તમામ પ્રકારના ફાયદા મળે છે. જ્યારે તમને ખબર હોય કે નાના-નાની અમિતાભ બચ્ચન અને Jaya bachchan છે. તે અભિષેક બચ્ચન અને Aishwarya rai બચ્ચનની ભાણજી છે. તેના પિતા નિખિલ નંદા એક જાણીતા બિઝનેસમેન્ટ છે અને તેની માતા Sweta bachchan એક સફળ મોડલ રહી ચૂકી છે. આ રીતે જોવા જઈએ તો તે એક એવા પરિવારમાં જન્મી છે જેમના અલગ-અલગ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સ્ટ્રોન્ગ અને ડીપ કોન્ટેક્ટ્સ છે.
નવ્યાએ આના પર વાત કરતા જણાવ્યું હતું કે લોકોએ આની ઈજ્જત કરવી જોઈએ અને આના મહત્વને સમજવું જોઈએ. લોકો ઘણી વાર આવા પ્રિવિલેજ મળવાની વાતને છૂપાવવાની કોશિશ કરે છે. નવ્યા જણાવે છે કે મોટા પરિવારથી હોવા પર મળતા ફાયદાને ખુલીને સ્વીકાર કરવું જોઈએ કારણ કે તે તમને જીવનમાં કઈક ખાસ વસ્તુઓ કરવાની મંજુરી આપે છે. તેણે કહ્યું કે તે આ વાતને ખુલીને સ્વિકાર કરે છે.
નવ્યાએ કહ્યું કે તેને જે કઈ પણ મળ્યું છે તે એની આભારી છે, કારણ કે બધાને આવું બધુ મળતું નથી. આનાથી તેને મોટિવેશન મળે છે કે જીવનમાં કઈ ખાસ કરી શકે. સેલેબ્રિટી હોવાના સવાલ પર કહ્યું કે તે કોઈ સેલેબ્રિટી નથી અને હજી તેણે જીવનમાં ઘણું બધું અચીવ કરવાનું બાકી છે. તેને એકિટંગની દુનિયામાં કરિયર બનાવાનો સવાલ કર્યો તો તેણે કહ્યું કે ક્યારેય નહીં.