મનોરંજન

કો-સ્ટારે Boby Deol સાથે કર્યું કંઈક એવું કે… ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો…

Actor Boby Deolની ખુશીનો તો અત્યારે કોઈ પાર જ નહીં હોય કારણ કે તેની ફિલ્મ Animalનો ખુમાર હજું પણ લોકો છવાયેલો છે અને આ બધા વચ્ચે જ બોબી દેઓલનો એક થ્રોબેક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં બોબી દેઓલે પોતાની કો-એક્ટ્રેસ સાથેના સીન શૂટ કરતી વખતનો એક્સપિરિયન્સ શેર કર્યો છે. બોબીએ જણાવ્યું હતું કે કઈ રીતે કો-એક્ટ્રેસના મોંમાંથી આવી રહેલી દુર્ગંધને કારણે તે પરેશાન થઈ ગયો હતો અને બાદમાં તેણે એક્ટ્રેસ પાસેથી કઈ રીતે બદલો લીધો… ચાલો જોઈએ કોણ હતી એ એક્ટ્રેસ અને શું છે આખો કિસ્સો…

વાત છે 1997ની. જ્યારે ફિલ્મ ગુપ્તનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને મનિષા કોઈરાલા બોબીની કો-સ્ટાર હતી. મનિષા, કાજોલ અને બોબીની ત્રિપુટી દર્શકોને એટલી બધી ગઈ કે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ સાથે સંકળાયેલો વિચિત્ર કિસ્સો સંભળાવતા બોબીએ જણાવ્યું હતું કે મારી અને મનિષાનો બોન્ડ ખૂબ જ સારો હતો, પણ તેમ છતાં અમે લોકો સારા મિત્રો ના બની શક્યા. એ સમયે ફિલ્મના ગીત બૈચેનિયાનું શૂટ ચાલી રહ્યું હતું અને એક સીનમાં તેણે મારા ચહેરાની નજીક એનો ચહેરો લાવવાનો હતો. પણ જેવી મનિષા મારી નજીક આવી એટલે મારું માથું ભમવા લાગ્યું કારણ કે એના મોંમાંથી દુર્ગંધ આવી રહી હતી. સીન તો મેં જેમ તેમ શૂટ કરી લીધો.

પણ બાદમાં ખબર પડી કે શૂટથી પહેલાં મનિષાએ કાચા કાંદાથી બનેલી કોઈ ચાટ ખાધી હતી. જોકે, બાદમાં બોબી દેઓલે મનિષા સામે બદલો લેવાનું વિચાર્યું. બોબીએ ફાઈટર માસ્ટર અને ફિલ્મમાં મનિષાના ભાઈનો રોલ કરી રહેલી એક્ટરને પણ કાંદા ખાવા માટે ઉશ્કેર્યા, કારણ કે એમનો પણ એક સીન હતો. આવું કરવાને કારણે મનિષા પણ એ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો જેનો સામનો બોબીએ કરવો પડ્યો હતો. જોકે, મનિષાને આ વાતની જાણ સુદ્ધા ના થઈ અને મનિષા સામે બદલો લેવાનો બોબીનો પ્લાન એકદમ ચોપટ થઈ ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button