ગોવિંદાએ આપેલી રિંગ ગુમ થતાં સુનિતા આહુજાનું શું થયું હતું, જાણો અજાણ્યો કિસ્સો

મુંબઈઃ ગોવિંદાની પત્ની સુનિતા આહુજા, તેના બિન્દાસ એટીટ્યુડ માટે જાણીતી છે. તેણે હાલમાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જ્યાં તે ભગવાનના દર્શન કરાવે છે. તે ઘણીવાર મહારાષ્ટ્રના મંદિરોની મુલાકાત લે છે અને આ મંદિરોનું મહત્વ અને તેની પૌરાણિક વાર્તાઓ કહે છે સાથે નજીકની સ્થાનિક દુકાનો અને ખાણીપીણીની મજા માણતા પણ જોવા મળે છે.
જોકે, બોલીવુડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા છેલ્લા કેટલાક મહિનાઓથી છૂટાછેડાની અટકળોનો વિષય બની ગયા છે. તેમણે ગણેશચતુર્થીની ઉજવણી દરમિયાન સાથે દેખાયા અને આ અફવાઓને ફગાવી દીધી હતી. હવે સુનિતાએ તેના યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા તેના નવા વ્લોગમાં ખુલાસો કર્યો છે કે ગોવિંદાએ તેને સગાઈ વખતે ભેટમાં આપેલી તેની સોલિટેર રિંગ ખોવાઈ ગઈ હતી.
આપણ વાંચો: ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો સ્ફોટક ખુલાસો, વીડિયો થયો વાઈરલ…
તેણે કહ્યું આજે હું ખૂબ જ તણાવમાં છું. મને ધ્યાન નથી કે મેં મારી સગાઈની સોલિટેર રિંગ ક્યાં મૂકી દીધી છે. હું તેને શોધી રહી છું, પણ મને તે મળતી નથી. બધાની નજર તેના પર હતી, તે ખૂબ મોંઘી હતી. ત્યાર બાદ તે મુમ્બા દેવી મંદિરમાં ગઈ અને આશીર્વાદ લીધા અને પોતાની વીંટી પાછી મેળવવા માટે પ્રાર્થના કરી. પાછળથી તેણે કહ્યું કે વીંટી બેગની અંદર હતી અને તે તેને બહાર કાઢવાનું ભૂલી ગઈ હતી.
આ દરમિયાન, તે મંદિરની અંદર જોવા મળી, જ્યાં તેણે આશીર્વાદ માંગ્યા અને પછી કહ્યું, “ઘણા વર્ષો પહેલા, હું ગોવિંદા સાથે અહીં દર્શન કરવા માટે આવી હતી. આજે, તમે મને ખૂબ જ અદ્ભુત દર્શન આપ્યા. તે હંમેશા મારા પતિનું રક્ષણ કરે છે. મારો પતિ હંમેશા મારો જ રહેશે. ચિચી મને ખૂબ પ્રેમ કરે છે અને કોઈ આવે કે જાય, અમે ક્યારેય છુટા નહીં પડીએ.
ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987માં થયા હતા. તેમને બે બાળકો છે: ટીના આહુજા અને યશવર્ધન આહુજા. ગયા વર્ષે ગોવિંદાને તેની રિવોલ્વરથી પગમાં ગોળી વાગી હતી ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ પછી અફવાઓ ફેલાઈ હતી કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લેવાના છે.