‘છમ્મા છમ્મા’ ગીતમાં જોવા મળ્યો આ અભિનેત્રીનો બોલ્ડ અંદાજ
ભોજપુરી ઈન્ડસ્ટ્રીના કલાકારો બહુ ઓછા સમયમાં પોતાની પ્રતિભા-અભિયનના દમ પર લોકોને પોતાના દિવાના બનાવ્યા હશે, પરંતુ ભોજપુરી સ્ટાર હંમેશાં લાઈમલાઈટમાં રહે છે એ વાતમાં ચોક્કસ દમ છે. સોશિયલ મીડિયા પર પણ તેમની ફેન એન્ડ ફોલોઈંગ લિસ્ટ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે, જેમાં ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાનું નામ લોકપ્રિય છે.
નમ્રતા મલ્લા સેન્સેનલ સ્ટાર જ નહીં, પરંતુ તેની ગ્લેમર અંદાજની પણ લોકો નોંધ પણ લે છે. હાલમાં નમ્રતા મલ્લા લાઈમલાઈટમાં છે, કારણ કે તેને જાણીતા ગીતનું રિક્રિયેટ કર્યું છે અને જેને જોઈને લોકો તેના દિવાના બની ગયા છે.
નમ્રતા મલ્લાએ ઉર્મિલા માતોંડકરના જાણીતા ગીત છમ્મા છમ્માને રિક્રિએટ કર્યું છે, જ્યારે તેના બોલ્ડ અવતારમાં રિક્રિયેટ કર્યું છે. ઉર્મિલા માતોંડકરનું જાણીતું ગીત છમ્મા છમ્માને ભોજપુરી વર્ઝનમાં નમ્રતા પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ગીતમાં નમ્રતાએ રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે, જ્યારે આ ગીતમાં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.
નમ્રતા મલ્લા ભોજપુરી ફિલ્મો જ નહીં, પરંતુ નેપાળની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જ્યારે સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ સ્ટાઈલથી લઈને આઉટફીટને અચૂક રજૂ કરે છે. તેની સ્ટાઈલ પણ લોકોને વિશેષ પસંદ પડે છે. તાજેતરમાં તેને એક ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે જોરદાર વાઈરલ થયો હતો. તેના બિકિની લૂકની તસવીરો તો જોરદાર વાઈરલ થાય છે, જ્યારે તેના પર પણ લોકો અચૂક પ્રતિક્રિયા આપે છે.
આ ગીત સિવાય નમ્રતા મલ્લા પર ફિલ્માવવામાં આવેલું ભોજપુરી ગીત લોકોમાં લોકપ્રિય બન્યું છે. આ ગીતના શબ્દો ખતરનાક છે. ચઢલ જવાની રસગુલ્લા, જ્યાં પણ વાગે છે, ત્યાં લોકો રીતસર ડાન્સ કરવા લાગે છે. યુ-ટયુબ પણ પણ આ ગીતને અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
આ બોલ્ડ અભિનેત્રીને ભોજપુરી ફિલ્મોની બોલ્ડનેસ ક્વીન તરીકે હવે લોકો બોલાવે છે, જ્યારે તેની તુલના પણ બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓ સાથે પણ કરવામાં આવે છે. તેના બોલ્ડ ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા પછી પણ તેના પણ હજારો લોકો પ્રતિક્રિયા આપે છે.