વિવેક અગ્નિહોત્રીની ધ બંગાળ ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ! સ્ક્રીનીંગ વખતે કોલકાતામાં થયો હોબાળો…

કોલકાતાઃ વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ફરી એક નવી ફિલ્મ લઈને આવ્યાં છે. જેનું અત્યારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ભાગ્યેજ એવું બન્યું હશે કે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ આવવાની હોય અને વિવાદ ન થયો હોય?
ધ તાશ્કંદ ફાઇલ્સ (The Tashkent Files) અને ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) બાદ હવે વિવેક અગ્નિહોત્રીની ધ બંગાલ ફાઈલ્સ (The bengal Files) આવી રહી છે. પરંતુ અત્યારે આ ફિલ્મ બંગાળમાં વિવાદનું કારણ બની છે.
આજે આ ફિલ્મનું કોલકાતામાં સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, કોલકાતામાં ફિલ્મના ચાલુ સ્ક્રીનીંગમાં પોલીસ આવે છે અને સ્ક્રીનીંગ બંધ કરાવી દે છે.
કોલકાતામાં ‘ધ બંગાળ ફાઇલ્સ’ના સ્ક્રીનીંગમાં હોબાળો
ધ બંગાળ ફાઈલ્સના ટ્રેલર (The Bengal Files Trailer Release)ની વાત કરવામાં આવે તો, આ ફિલ્મ બંગાળના ઇતિહાસ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં હિંદૂ-મુસ્લિમ બંને એન્ગલ સાથે બનાવવામાં આવી છે. ફિલ્મમાં સાંપ્રદાયિક હિંસા પણ દેખાઈ છે. બંગાળમાં જે સંવેદાત્મક સ્થિતિ હતી અથવા છે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે.
મૂળ વાત એ છે કે, ફિલ્મમાં હિંસા બતાવવામાં આવી છે. પરંતુ મૂળ વિવાદનું કારણ એ છે કે, આ ફિલ્મમાં બે ભાગ દર્શાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ ટીએમસીના નેતાનું કહેવું છે કે, આ ફિલ્મ એક ખાસ એજન્ડા સાથે બનાવવામાં આવી છે.
‘ધ બંગાળ ફાઇલ્સ’નું ટ્રેલર રિલીઝ કરતા વિવેક અગ્રિહોત્રીએ શું લખ્યું?
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતા વિવેક અગ્નિહોત્રીએ એક્સ પર લખ્યું કે, ‘ડાયરેક્ટ એક્શન ડે (16મી ઓગસ્ટ 1946) ના પીડિતોની યાદમાં, હું તમને બધાને ‘ધ બંગાળ ફાઇલ્સ’ નું ટ્રેલર રજૂ કરું છું. આ હિંદુ નરસંહાર પરની એક અજાણી વાર્તા છે.
જેને ખૂબ જ હિંમતભેર રજૂ કરવામાં આવી છે’ આ ફિલ્મના ટ્રેલરને યુટ્યુબમાં માત્ર 9 જ કલાકમાં 4.6 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. લોકો ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મને ટ્રેલને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. પરંત પશ્ચિમ બંગાળમાં ‘ધ બંગાળ ફાઇલ્સ’નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
5મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે‘ધ બંગાળ ફાઇલ્સ’
સોશિયલ મીડિયામાં ‘ધ બંગાળ ફાઇલ્સ’ની અનેક લોકો પ્રસંશા પણ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘હું બાંગ્લાદેશથી છું. આપનો આભાર વિવેક અગ્નિહોત્રી’. આ ફિલ્મ વિશે વધારે વિગતે વાત કરવામાં આવે તો, 5મી સપ્ટેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, પુનીત ઇસ્સાર અને મિથુન ચક્રવર્તી સહિત અન્ય સ્ટાર્સ જોવા મળશે.