ડીપનેક મિની ડ્રેસમાં બોલ્ડ અવતાર દેખાડ્યો આ એક્ટ્રેસે…
બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ટીવી પર નાગિનનો રોલ કરીને કરોડો દર્શકોના દિલો પર આજે પણ રાજ કરી રહી છે. અન્ય એક્ટ્રેસની જેમ મૌની પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફોટો અને વીડિયોથી ફેન્સના દિલની ધડકનો વધારતી હોય છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર ફરી એક વખત મૌનીએ પોતાના ફોટો પોસ્ટ કરીને પોતાની હોટ અને બોલ્ડ અદાઓથી ફેન્સના દિલ જીતી લીધા હતા. મૌની રોય ડીપ નેક મીની ડ્રેસમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે અને તેણે પોતાની દિલકશ અદાઓથી ચાહકોના દિલના તાર ઝણઝણાવી મૂક્યા હતા.
અત્યારે કરાવેલા આ લેટેસ્ટ ફોટોશૂટમાં મૌની રોય ડીપ નેક મીની ડ્રેસમાં તેના હોટ લુકથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે.
આ તસવીરમાં મૌની રોય જમીન પર બેસીને હોટ પોઝ આપતી જોવા મળે છે. આ ફોટા શેર કરતી વખતે મૌની રોયે કેપ્શનમાં લખ્યું હતું કે તમે જ્યારે સફેદ સસલાનો પીછો કરો છો ત્યારે ખબર નહીં તમને શું મળી જાય…
બ્યુટીફુલ આઉટફીટ સાથે મૌની રોયે ગોલ્ડન માઈક્રો હેન્ડ બેગ અને હીલ્સ કેરી કરીને પોતાના આ હોટ અને સેક્સી લુકને કમપ્લિટ કર્યો હતો. આ ફોટામાં મૌની રોય તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં મૌની રોય ટીવી શો ટેમ્પટેશન હોસ્ટ કરી રહી છે અને આ શો તે કરણ કુંદ્રા સાથે મળીને હોસ્ટ કરી રહી છે.