આ એક્ટ્રેસે ફોટો શેર કરીને કહ્યું કે હું એઠું ખાઉં છું… યુઝર્સે કરી કમેન્ટનો વરસાદ

બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર-ખાન (Bollywood Actress Kareena Kapoor-Khan) હાલમાં તેના અને સૈફ અલી ખાન (Bollywood Actor Saif Ali Khan)ના સંબંધોમાં આવેલી ખટાશને કારણે ચર્ચામાં આવી હતી, પરંતુ હવે એક્ટ્રેસ તેણે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. આ સ્ટોરીમાં એક્ટ્રેસે એઠું ખાવાની વાત જણાવીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. કરિનાની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ તેના સપોર્ટમાં આવ્યા હતી. આવો જોઈએ આખરે શું છે આ આખો માંઝરો એવું તે શું કારણ છે બેબોએ એઠું ખાવું પડે છે?
આ પણ વાંચો: EDના રડાર પર ટીવી જગતની આ બે જાણીતી બહેનો, કરણ વાહી પણ ફસાયો, જાણો કારણ
વાત જાણે એમ છે કે કરિના કપૂર અને સૈફ અલી ખાન બે સરસ બાળકોના માતા-પિતા છે. બંનેને સાત વર્ષનો દીકરો તૈમુર અને ત્રણ વર્ષનો જહાંગીર એટલે કે જેહ નામાન સંતાનો છે. સોશિયલ મીડિયા પર કરિનાએ એક સ્ટોરી પોસ્ટ કરી છે અને આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
કરિના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં અડધું ખાધેલું પેનકેક, સ્ટ્રોબ્રેરી અને ક્રીમ જોવા મળી રહ્યો છે અને એની સાથે કેપ્શનમાં લખ્યું છે કે હું એ મા છું, જે પોતાના બાળકોનું એઠું ખાવાનું થાય છે. આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
આ પણ વાંચો: પ્રભાસ બાદ હવે Kattappa બનશે Salman Khanના મામા? શું છે સત્ય?
કરિનાનો આ ફોટો જોઈને નેટિઝન્સ તેની વાત સાથે સહમત થયા છે અને કહી રહ્યા છે કે દરેક મા એવું કરે છે. યુઝર્સ માટે આ એક રિલેટેબલ ચીઝ છે. યુઝર્સે તો કરિનાની આ વાતને પીક મોમ બિહેવિયર ગણાવ્યું છે. કરિના એક બેસ્ટ એક્ટ્રેસ તો છે પણ એની સાથે સાથે તે એક સારી માતા પણ છે. છેલ્લે એક્ટ્રેસ ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી.