મનોરંજન

સિલ્વર ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ઈન્ટનેટ પર આગ લગાવી દીધી આ એક્ટ્રેસે…

પોતાની હસીન અને કાતિલ અદાઓથી ફેન્સનું દિલ ચોરી લેનારી ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર સોશિયલ મીડિયા પર દિલધડક ફોટા પોસ્ટ કરીને ફેન્સની હાર્ટબીટ વધારી દેતી હોય છે. હાલમાં જ ફરી એક વખત ભોજપૂરી એક્ટ્રેસે પોતાના હોટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને આ ફોટો જોઈને ફેન્સ બોલી ઉઠ્યા હતા કે ભાઈ શું કરવા માંગે છે તું? જીવ લઈશ કે?

મોનાબેબીના આ લેટેસ્ટ ફોટોશૂટની વાત કરીએ તો તેણે સિલ્વર ક્રોપ ટોપ અને મિની સ્કર્ટ પહેર્યું છે. આ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા ત્યારથી ફેન્સ એકદમ બેકાબૂ બની ગયા છે અને લાઈક્સ અને કમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે. ફેન્સ મોનાલિસાની ફિગર અને બ્યુટીના દિવાના બની ચૂક્યા છે અને આ ફોટા પરથી તેઓ નજર હટાવી શક્યા નહોતા.

40 વર્ષે એક્ટ્રેસનો આ હોટ અને સિઝલિંગ અવતાર જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા. સિલ્વર ક્રોપ ટોપ અને સ્કર્ટમાં મોનાલિસાએ ખૂબ જ સુંદર રીતે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. ફોટો જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ગ્લેમરની બાબતમાં મોનાલિસાનો કોઈ જવાબ નથી.


ફેન્સ એવું કહી રહ્યા છે કે જેમ જેમ મોનાલિસાની ઉંમર વધી રહી છે એમ એમ એની સુંદરતા અને હોટનેસ પણ વધી રહી છે. મોનાલિસાના ફોટો પર કમેન્ટ કરતાં એક ફેને લખ્યું હતું કે શું કરીને માનીશ તું?

સિલ્વર કલરના શિમર ડ્રેસમાં મોનાલિસા પોતાની કાતિલ અદાઓથી ફેન્સને મદહોશ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેણે સલમાન ખાનના રિયાલિટી ટીવી શોથી નેમ અને ફેમ મેળવ્યા હતા.

કલકતામાં જન્મેલી મોનાલિસા આજે ભોજપૂરીની ટોપની એક્ટ્રેસ બની ગઈ છે. તેના ફોટો અને વીડિયો આવતા જ છવાઈ જાય છે. તેણે ભોજપૂરી એક્ટ્રેસ વિક્રાંસ સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા છે અને બંનેના ફોટો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button