સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરનારી ઢબૂડી થઈ ગઈ છે આટલી મોટી, કરિના કપૂર 2.0 લાગી રહી છે…

બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન આજે પણ દર્શકોને પસંદ છે અને આ જ ફિલ્મમાં ભાઈજાનની સાથે સ્ક્રીન શેર કરનારી નાનકડી સુંદર ગોરી ગોરી, ભૂરી આંખોવાળી ઢબૂડી મુન્ની યાદ છે ને? હા મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રા હવે 17 વર્ષની થઈ ગઈ છે. હર્ષાલીનો બદલાયેલો લૂક જોઈને નેટિઝન્સ તો ચોંકી ઉઠ્યા હતા અને તેને કરિના કપૂર 2.0 કહી રહ્યા છે. હર્ષાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે પોતાના હરવા ફરવાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.
હર્ષાલીએ જ્યારે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં કામ કર્યું ત્યારે તે 7 વર્ષની હતી અને 10 વર્ષ બાદ તે હવે 17 વર્ષની થઈ ગઈ છે. હર્ષાલીની સુંદરતા જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. હર્ષાલીએ હાલમાં જ પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે વેલીમાં એકદમ આનંદમાં જોવા મળી રહી છે. આ સમયે તેણે વિંટર ક્લોથ પહેર્યા છે અને આ ફોટો જોઈને કહેવું મુશ્કેલ છે કે આ એ જ મુન્ની છે, જે 10 વર્ષ પહેલાં સલમાનના ખભે બેસીની ફરી રહી હતી.
જોકે, હર્ષાલીએ આ ફોટો શેર કરવાની સાથે પોતે કઈ જગ્યા છે એનો ખુલાસો કર્યો નથી. આ પહેલાં પણ હર્ષાલીએ તેટલાક ફોટો શેર કર્યા હતા અને આ ફોટો જ્યોર્જિયાના હોવાનું કહેવાઈ રહ્યું છે. હર્ષાલીના આ ફોટો જોઈને ફેન્સ તેના લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ તો હર્ષાલીને કરિના કપૂર 2.0 કહી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હર્ષાલી ટૂંક સમયમાં જ સાઉથ સ્ટાર નંદ મૂરી બાલાકૃષ્ણ સ્ટારર ફિલ્મ અખંડા 2માં જોવા મળશે. હાલમાં જ એક્ટ્રેસે ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. આ ફોટો શેર કરતાં હર્ષાલીએ લખ્યું હતું કે એક ખામોશી, જે ઘણું બધું કહી ગઈ, દિલમાં રહી ગઈ, છોટીસી મુન્ની હવે મોટી નહીં થઈ ગઈ છે, હવે નવી સ્ટોરી લઈને આવી છે, હવે તે ફરી બોલશે અને એક રોશની બનીને છવાઈ જશે.
હર્ષાલીની આ ફિલ્મ 25મી સપ્ટેમ્બરના રિલીઝ થઈ રહી છે. તમારી જાણ માટે કે ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં રિલીઝ થઈ હતી અને અખંડા ટુ હર્ષાલીની બીજી ફિલ્મ હશે…
આપણ વાંચો: અર્જુન રામપાલની દીકરી સુંદરતામાં તો બોલીવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર…