આ અભિનેત્રીએ કો-સ્ટાર સામે કરી અભદ્ર ટિપ્પણીની ફરિયાદ, કહ્યું ‘સારું થયું કોઇ બેડરૂમ સીન નહોતો..’
હાલમાં જ રિલીઝ થયેલી સાઉથ સિનેમાની ફિલ્મ ‘લિયો’એ ભારે સફળતા મેળવી છે. ફિલ્મની સ્ટોરી, ડિરેક્શનથી માંડીને કલાકારોના અભિનયને પણ દર્શકોએ વખાણ્યો હતો. આ ફિલ્મમાં થલાપતિ વિજય અને ત્રિશા ક્રિષ્નન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
જો કે આ ફિલ્મ સાથે હવે એક નવો વિવાદ જોડાયો છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી ત્રિશા ક્રિષ્નને તેની સોશિયલ મીડિયા સાઇટ પર એક મોટો ખુલાસો કરતા આરોપ લગાવ્યો છે કે તેના ‘લિયો’ કો-એક્ટર મન્સૂર અલી ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં તેના વિશે અભદ્ર ટિપ્પણી કરી છે.
તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં મન્સૂરે કહ્યું હતું કે, ‘જ્યારે મને ખબર પડી કે તે ત્રિશા સાથે કામ કરી રહ્યો છે, ત્યારે તેણે વિચાર્યું કે બેડરૂમમાં તે બંનેનો સીન હશે, પરંતુ મને સેટ પર ત્રિશા દેખાઈ જ નહિ.’ જો કે આ બંનેનો ‘લિયો’માં કોઇ સીન નથી.
તરત જ પોતાના સોશિયલ મીડિયા પર ત્રિશાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “તે કદાચ ઈચ્છે પણ હું આભારી છું કે મને તેમની સાથે સ્ક્રીન શેર કરવાની તક નથી મળી. પરંતુ હું કહેવા માંગુ છું કે મારા બાકીના ફિલ્મી કરિયરમાં આવું ક્યારેય ન થવું જોઈએ. તેમના જેવા લોકો માનવતાને બદનામ કરે છે.” ત્રિશાના ચાહકો પણ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો ભારે વિરોધ કરી મન્સૂર અલી સામે પગલા લેવાય તેવી માગ કરી રહ્યા છે.