Shahid Kapoorને આ ખાસ અંદાજમાં બર્થડે વિથ કર્યું આ એક્ટ્રેસે…
બોલીવૂડના ચોકલેટી બોય Shahid Kapoorનો આજે પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યો છે ત્યારે તેની પત્ની ઉપ્સ…ઓનસ્ક્રીન પત્ની એટલે કે કિયારા અડવાણીએ તેને ખાસ અંદાજમાં જન્મદિવસ વિશ કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. શાહિદે આજે 43 વર્ષનો થઈ ગયો છે અને ફેન્સ પણ પોતાના ફેવરેટ સ્ટારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
એક્ટ્રેસે શાહિદ સાથે પોતાના લગ્નનો અનસીન ફોટો શેર કરીને પોસ્ટ લખી છે. કિયારાએ પોસ્ટ કરેલાં ફોટોમાં શાહિદ કપૂર કિયારા અડવાણી સાથે મિરર સેલ્ફી ક્લિક કરતો જોવા મળી રહ્યો છે. શાહિદ સાથેની આ સેલ્ફી પોસ્ટ કરીને કિયારા અડવાણીએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કિયારાએ કેપ્શનમાં લખ્યું છે કે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એસકે…
એટલું જ નહીં પણ કિયારા અડવાણીએ આ ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફરને પણ ફોટો ક્લિક કરવા માટે ક્રેડિટ આપી હતી. આ ફોટો બીજા કોઈએ નહીં પણ શાહિદ કપૂરની રીલ લાઈફ વાઈફ મીરા કપૂરે ક્લિક કર્યો હતો. કિયારાએ મીરા રાજપૂતને ફોટો ક્લિક કરવાની ક્રેડિટ આપતા લખ્યું હતું કે આટલો સુંદર ફોટો ક્લિક કરવા માટે ખૂબ ખૂબ આભાર મીરા કપૂર…
અત્રે ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર અને કિયારા અડવાણીએ એક સાથે ફિલ્મ કબીર સિંહમાં સાથે કામ કર્યું હતું અને દર્શકોને બંનેની ઓનસ્ક્રીન જોડીને ખૂબ જ પસંદ પણ કરી હતી. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.