એનિમલમાં સ્ક્રીન સ્પેસ ઓછી મળવા વિશે એક્ટરએ કર્યા આવા ગલ્લાંતલ્લાં
ફિલ્મ અભિનેતાઓની અમુક વાતો પહેલેથી નક્કી હોય છે. જેમ કે કોઈ ફિલ્મ ન ચાલે તો લોોકએ મારા કામને વખાણ્યું તેનો મને સંતોષ છે. ફિલ્મમાં કામ ન સારું કર્યું હોય અને વિવચેકો આલોચના કરે તો નિર્દેશકે આમ કર્યું કે મારા રોલને કાપી નાખ્યો અને જો રોલ જ નાનો હોય તો રોલ નાનો હતો, પરંતુ મારી નોંધ લેવાઈ અને લોકોએ મને પસંદ કર્યો. આવું જ કંઈક બોબી દેઓલ કરી રહ્યો છે. ફિલ્મ એનિમલમાં તેના સ્ક્રીન સ્પેસ મામલે ઘણી ચર્ચા થઈ છે. એક તો વિલનના રોલમાં બોબી આમ કરશે ને તેમ કરશે ને આ ખાધું ને આ પહેર્યું વગેરે માર્કેટિંગ કરવામાં આવ્યું હોય અને તેમાં નીકળું કોથળામાંથી બિલાડું. ફિલ્મમાં તેનો રોજ ખૂબ નાનો હોય અને મહેફીલ રણબીર કપૂરે લૂંટી લીધી હોવાથી હવે તેણે ગલ્લાંતલ્લાં મારવાનું ચાલુ કરી દીધું છે.
બોબી દેઓલ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ તેના ટીઝર રિલીઝ થયા બાદથી જ સમાચારોમાં છે. પહેલા જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે શરૂઆતના દિવસે ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી નાખશે અને એવું જ થયું. ‘એનિમલ’ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને પહેલા જ દિવસે તેણે 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.
સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બોબી દેઓલ ફિલ્મમાં વધુ જોવા મળ્યો નથી. ત્યારે હાલમાં જ જ્યારે બોબી દેઓલને પૂછવામાં આવ્યું કે તેને આટલો ઓછો સ્ક્રીન ટાઈમ કેમ મળ્યો? આ અંગે અભિનેતાએ જવાબ આપ્યો કે હું ઈચ્છું છું કે મને વધુ સ્ક્રીન મળી હોત, પરંતુ જ્યારે મેં ફિલ્મ સાઈન કરી ત્યારે મને પહેલેથી જ ખબર હતી કે મારી પાસે બસ એટલું જ છે. મારા જીવનના આ તબક્કે, હું ભગવાનનો આભાર માનું છું કે મને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કામ કરવાની તક મળી. મને ખબર હતી કે મારી પાસે 15 દિવસનું કામ છે. હું આખી ફિલ્મમાં નથી. મને ખાતરી હતી કે લોકો મારી નોંધ લેશે, પણ મને આટલો પ્રેમ અને સ્નેહ મળશે તેની મને કલ્પના નહોતી. આ અદ્ભુત છે. એ વાત ખરી કે ઘણીવાર નાનકડો રોલ પણ આખી ફિલ્મ પર હાવી થઈ જાય, પરંતુ બોબી દેઓલ આટલી ઓછી સ્ક્રીન સ્પેસવાળો રોલ સ્વીકારે તે લોકોને ગળે ઉતરતું નથી જ્યારે ફિલ્મ 3.21 કલાકની છે.
ફિલ્મની કમાણીની વાત કરીએ તો એનિમલે માત્ર ત્રણ દિવસમાં 202.57 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. એનિમલ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર કપૂર સિવાય અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે ફિલ્મ તેમાં બતાવવામાં આવતી હિંસા અને બોલ્ડ સિન્સને લીધે ટીકાઓ પણ સહન કરી રહી છે.