મનોરંજન

૩૮ વર્ષની એક્ટ્રેસે 11 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યાં બીજા લગ્ન, તસવીર જોઈ લો

નવી દિલ્હીઃ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધર તેના બીજા લગ્નને કારણે ચર્ચામાં છે. મલયાલમ અભિનેત્રીએ ૪૯ વર્ષના એક્ટર અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે. આ કપલે ૩૦ ઓક્ટોબરે યોજાયેલા લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

શેર કરાયેલી એક તસવીરમાં ક્રિસ દિવ્યાને કિસ કરતો જોવા મળે છે, જે ફોટો ખૂબ ચર્ચામાં છે. ક્રિસ વેણુગોપાલ અને દિવ્યા શ્રીધર પહેલીવાર ટીવી શો પતરામટ્ટુના સેટ પર મળ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ અને થોડા સમય પછી બંને પ્રેમમાં પડ્યા હતા.

આપણ વાંચો: બંને સારાને છોડીને આ ટીવી અભિનેત્રી સાથે લગ્ન કરશે શુભમન ગિલ!

જો અહેવાલોનું માનીએ તો અભિનેતા ક્રિસે દિવ્યા સાથે લગ્ન કરતા પહેલા તેના બાળકોની સલાહ લીધી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેની પુત્રીએ ક્રિસને તેના બીજા લગ્ન માટે સ્વીકારી લીધો છે. દિવ્યા પણ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જેના ઈન્સ્ટાગ્રામ પર પણ 75 હજારથી વધુ ફોલોઅર્સ છે.

ક્રિસ વેણુગોપાલની વાત કરીએ તો તે માત્ર એક્ટર જ નહીં લેખક પણ છે. આ સિવાય તેણે પુલ્લુ રાઇઝિંગ, સંબવસ્થલથુ નિન્નમ જેવા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. ક્રિસ સાથેના લગ્ન અંગે દિવ્યાએ કહ્યું હતું કે તેની સાથે લગ્ન તેના જીવનનો એક નવો અધ્યાય છે અને તે આવો જીવનસાથી મેળવીને ખુશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker