
આજકાલ જમાનો સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને શર્માજી કા બેટા તરીકે ઓળખાતા રોહિત શર્મા (Rohit Sharma) અને અંબાણી પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) કિસ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સની જાત જાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં ખાસ…
આર્ટિશિયલ ઈન્ટેલિજન્સને કારણે લોકોનું જીવન જેટલું સરળ થયું છે એટલી જ લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ઘણી વખત તો એવી એવી વસ્તુઓ સામે આવે છે કે જે જોઈને તમારું માથું ચકરાઈ જાય છે. નીતા અંબાણી અને રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યું છે જેમાં રોહિત અને નીતા અંબાણી લિપ લોક કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને યુઝર્સ ગુસ્સે ભરાયા છે અને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલો આ વીડિયો એઆઈ જનરેટેડ છે અને અંબાણી પરિવારના એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સમયે નીતા અંબાણીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને સ્ટેજ પર બોલાવે છે. રોહિત અને નીતા અંબાણી એકબીજાને હગ કરે છે. પરંતુ કોઈએ આ વીડિયોને એડિટ કર્યો છે અને બંને એકબીજાને લિપ લોક કરતાં હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે અને એમાં કોઈ શંકા જ નથી.
આ વીડિયો પર યુઝર્સ એવી કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ તમારું ઈન્ટરનેટનું કનેક્શન કપાવવાનું છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મરવાનો ડર નથી લાગતો. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈ તું પાક્કુ એઆઈને બેન કરાવશે. ચોથા એક યુઝરે લખ્યું ભાઈ ઈન્ટરનેટ કનેક્શન નહીં પણ નસ કપાવવાની છે.
સોશિયલ મીડિયા પર રોહિત અને નીતા અંબાણીનો આ વીડિયો આગની જેમ તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ વીડિયો…
આ પણ વાંચો: આટલું મોંઘું પાણી પીવે છે Neeta Ambani, કિંમત સાંભળશો તો માથું ભમવા લાગશે…