થેન્ક યુ, બધાએ મને એકલી મૂકી દીધી… જાણો Karisma Kapoorએ કેમ આવું કહ્યું?
બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે હાલમાં જ પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કર્યો. જોકે, હવે કરિશ્મા કપૂરનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈકલ થઈ રહ્યો છે, જેમાં તે એવું કહેતી સાંભળવા મળી રહી છે કે તમે મને એકલી મૂકી દીધી એટલે તમારા સૌનો આભાર. ચાલો તમને જણાવીએ આખો કિસ્સો-
વાત જાણે એમ છે કે કરિશ્મા કપૂર સાથેની સગાઈના સમાચારના એક વર્ષ બાદ અભિષેક બચ્ચને બધાને એવું કહીને ચોંકાવી દીધા હતા કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. જોકે, કરિશ્મા અને અભિષેક બંને કયા કારણોસર અલગ થયા એનું સાચુ કારણ તો એ લોકોને જ ખબર પણ આ બ્રેકઅપ બાદ કરિશ્માએ ઘણી વાતો કહી હતી. એ દરમિયાન તેણે આવું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : Katrina Kaif આપશે good news? શુ કહ્યું પતિ વિકી કૌશલે
કરિશ્મા કપૂરે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે હું બોલું. આ વર્ષની શરૂઆત મારા માટે ખૂબ જ દર્દનાક રહી છે. હું નહીં ઈચ્છીશ કે કોઈ પણ છોકરી સાથે આવું થાય. મને આ દુઃખ અને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું. પરંતુ મને લાગે છે કે સમય એ બેસ્ટ ઈલાજ છે. હું ઘણું બધું સહન કરી ચૂકી છું અને મારી સાથે જે પણ થયું એ હું સ્વીકારી ચૂકી છું. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે જે નસીબમાં હશે એ જ થશે અને જીવન તમને અલગ અલગ કાર્ડ્સ આપે છે અને તમારે તમારી બાજી ગોઠવવાની છે.
આગળ તેણે એવું પણ કહ્યું હતું કે હું મીડિયાનો આટલું સમજવા અને સાથ-સહકાર આપવા માટે આભાર માનું છું કે તમે મને આ સમયમાં એકલી મૂકી. હું આ બાબતે વધુ કંઈ જ બોલવા નથી માંગતી. જો આવું ના થાત તો કદાચ હું આ આઘાતમાંથી બહાર ના આવી શકી હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે કરિશ્મા અને અભિષેકની સગાઈ થઈ ગઈ હતી અને કોઈ કારણ અનુસાર વાત લગ્ન સુધી પહોંચે એ પહેલાં જ આ સંબંધ પૂરો થઈ ગયો હતો. આ ઘટના બાદ કરિશ્મા ખૂબ જ દુઃખી થઈ ગઈ રહતી અને તેણે નવી ફિલ્મો વગેરે સાઈન કરવાનું બંધ કરી દીધું હતું.