મનોરંજન

બજેટ કરતાં 45 ગણો નફો કરનારી આ ફિલ્મ અધવચ્ચે જ છોડીને ઉઠી ગયા દર્શકો તો કેટલાકને થઈ ઉલટીઓ…

2024નું વર્ષ બોક્સઓફિસ માટે ખૂબ જ સ્પેશિયલ રહ્યું હતું અને આ વર્ષે અનેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખૂબ જ દમદાર કમાણી કરી હતી. મૂંજ્યાથી લઈને સ્ત્રી ટુ સુધીની નાના બજેટલી ફિલ્મો તો દર્શકોના દિલો-દિમાગ પર છવાઈ ગઈ હતી અને હવે બોક્સ ઓફિસ પર પુષ્પા-ટુની આંધી છવાઈ ગઈ છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર સ્ત્રી ટુ, પુષ્પા ટુ અને કલ્કિ 2898એડી જેવી ફિલ્મોનો ડંકો વાગ્યો પરંતુ શું તમને આ વર્ષની સૌથી વધુ નફો કમાવનારી ફિલ્મ કઈ છે એ ખબર છે? ચાલો આજે તમને એ ફિલ્મ વિશે જણાવીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મે પોતાના બજેટથી 45 ગણો નફો કમાવવાની સાથે સાથે દર્શકોને ડરાવવામાં પણ કોઈ કમી બાકી નહોતી રાખી. જી હા, અહીં વાત થઈ રહી છે ફિલ્મ ટેરિફાયર-3ની. આ ફિલ્મ જોનારા અનેક દર્શકો તો ફિલ્મ અધૂરી છોડીને જ જતા રહ્યા હતા.

ગ્લોબલ બોક્સ ઓફિસની વાત કરીએ તો આ વર્ષે અનેક મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીકે દર્શકોને નિરાશ કર્યા. પરંતુ વાત કરીએ આ વર્ષની સૌથી વધુ નફો કમાવનારી ફિલ્મ વિશે તો તે ટેરિફાયર થ્રી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તગડી કમાણી તો કરી પરંતુ ફિલ્મમાં દેખાડવામાં આવેલા ખાના-ખરાબીને જોતા દર્શકો માટે એ જોવાનું પણ અઘરું બની ગયું હતું.

આ પણ વાંચો : Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

આ ફિલ્મના પહેલાં બે પાર્ટમાં પણ આવા જ ડરામણા સીન હતા અને આવી પરિસ્થિતિમાં મેકર્સે ફિલ્મને લઈને ડિસ્ક્લેમર પણ આપ્યું હતું. ટેરિફાયર-3ના ઓફિશિયલ હેન્ડલ દ્વારા યુકેમાં આયોજિત પ્રીવ્યૂ સ્ક્રિનિંગને લઈને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં વધારે પડતી હિંસા અને ખાના-ખરાબી છે. જો તમે આ ફિલ્મ જોતી વખતે અસ્વસ્થતા અનુભવો છો તો તરત જ સ્ટાફના કોઈ સદસ્યને શોધો. પ્રાથમિક ચિકિત્સામાં પ્રશિક્ષિત કર્મચારી સાઈટ પર હાજર છે. એવું નબીં કહેતાં કે અમે ચેતવણી નહોતી આપી.

વાત કરીએ ટેરિફાયર-3ની કમાણીની તો આ ફિલ્મ બનાવવા માટે બે મિલિયન ડોલર એટલે કે આશરે 17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેણે 89.6 મિલિયન ડોલર એટલે કે અંદાજિત 7651.26 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું કહેવાય છે. આનો અર્થ એવો થાય છે કે ફિલ્મે તેના બજેટ કરતાં 45 ગણો વધારે નફો કર્યો હતો અને તે દુનિયાની સૌથી વધુ નોફ કરનારી ફિલ્મ બની ગઈ હતી. જોકે, આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની વાત કરીએ તો તે ઈનસાઈડ આઉટ-2 હતી. આ ફિલ્મનું બજેટ 200 મિલિયન ડોલર હતું અને ફિલ્મ છથી આઠ ગણા કરતું વધારે કલેક્શન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button