‘એક વાર સેટ પર થયું હતું ભયંકર અપમાન’:, ભૂતકાળ વાગોળતા કેટરિનાએ શું કહ્યું?
મુંબઈ: 2003ની ફિલ્મ ‘બૂમ’થી બૉલીવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી કેટરિના કૈફ આ નામ આજની તારીખમાં ખૂબ જ જાણીતું છે. બૉલીવૂડ અને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કેટરિના ‘મેને પ્યાર ક્યું કિયા’ આ બૉલીવૂડની ફિલ્મથી લાઈમલાઇટમાં આવી હતી. જોકે એક વખત કેટરિના સાથે એવી ઘટના બની હતી કે જેને લીધે તેનું અપમાન થયું હતું.
એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું હતું કે તેની ફિલ્મ કારકિર્દી સ્ટ્રગલભરી રહી હતી. ફિલ્મ ‘માલ્લિસવરી’ના સેટ પર શૂટિંગ કરતી વખતે હું વેંકટેશ સાથે હતી. આ શૂટિંગ દરમિયાન સેટ પર કોઈએ માઇક પર કહ્યું હતું કે ‘આ છોકરી ડાન્સ કરી શકતી નથી. આ સાંભળીને હું ચિંતામાં નહોતી. આ વાતને માત્ર એક સૂચના તરીકે સાંભળી હતી. તમને કલ્પના કરી શકો છો કે આપણી આસપાસના લોકો જ આપણો આત્મવિશ્વાસ ડગાવતા હોય છે, એમ કેટરિનાએ જણાવ્યું હતું.
મારી પાસે લોકોએ મારી સામે આવું કહેવાની અનેક યાદો છે. મને અનેક લોકોએ કહ્યું હતું કે હું ક્યારેય સફળ નહીં થાઉં. હું તને ફિલ્મ નહીં આપું અને હું તારી સાથે ક્યારેય કામ નહીં કરું. જે લોકોએ મને આવું કહ્યું તે દરેક સાથે મે ફિલ્મ કરી છે. જો મેં આવી વાતોને મન પર લીધી હોત તો આજે હું અહીં ન હોત.
કેટરિનાએ બૉલીવૂડની અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના ડાન્સને લઈને પણ તે પ્રખ્યાત છે. કેટરિનાએ સરકાર, ‘ચીકની ચમેલી’, ‘શીલા કી જવાની’, ‘કમલી’ અને ‘કાલા ચશ્મા’ જેવા અનેક સુપરહીટ ગીતમાં પોતાના ડાન્સથી લાઈમલાઇટ મેળવી છે.