રિલીઝ થયા બાદ ટ્રેન્ડિંગમાં આવી ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મ: જુઓ દર્શકોએ સોશિયલ મીડિયા પર આપ્યો કેવો રિવ્યુ

મુંબઈ: ધનુષ તથા કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ આજે થિએટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. પહેલા જ દિવસે આ ફિલ્મે થિએટર્સમાં ધૂમ મચાવી છે. ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મની પ્રશંસા કરી છે.
ધનુષ-કૃતિની કેમેસ્ટ્રીની પ્રશંસા
આનંદ એલ. રાય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ને ‘રાંઝણા’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ માનવામાં આવી રહી છે, જેને કારણે ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ફિલ્મ જોયા બાદ આ ઉત્સાહ બમણો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકોમાં, સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓનો ધોધ વહેવા લાગ્યો અને ફિલ્મ ટ્રેન્ડ થવા માંડી.
ટ્વિટર અને રેડિટ જેવા પ્લેટફોર્મ્સ પર ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા યુઝર્સના સકારાત્મક પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ ધનુષ અને કૃતિ સેનનની નવી જોડી અને તેમની કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: ક્રિતી સેનન આ ફિલ્મમાં જોવા મળશે, એક સમયે સ્ટાર કિડ્સથી હતી નારાજ…
બાળકો આ ફિલ્મ જોઈને ટ્રોમામાં ચાલ્યા જશે
એક યુઝરે એક્સ પર લખ્યું કે, “ધનુષ અને કૃતિ ટોચ પર છે. જો લોકો સૈય્યારામાં રડ્યા હશે, તો તેઓ આ ફિલ્મમાં પણ ચીસો પાડશે.” અન્ય એક યુઝર્સે લખ્યું કે, ‘તેરે ઇશ્ક મેં’ફિલ્મની દર્ક ફ્રેમ બહુ ગમી રહી છે. બીજા એક યુઝરે લખ્યું કે, થલાઈલા ધનુષની તેરે ઇશ્ક મે ફિલ્મને જોવાનું ચૂકશો નહીં…તમે હસશો, તમે રડશો, પ્યોર સોલ મૂવી છે. તમને ગમશે.
રેડિટ પર એક યુઝર્સે લખ્યું કે, “બ્લડી હેલ, ધનુષ અને કૃતિનો ફેન હોવાને નાતે મને આ ફિલ્મ ખૂબ ગમી. ધનુષને પ્રેમમાં સંપૂર્ણપણે પાગલ થતો જોવો એ પોતાનામાં એક અલગ ઝોનર છે અને હું દરેક વખતે તેનો દીવાનો થઈ જઈશ. બંનેનું પર્ફોમન્સ જોરદાર છે. ફિલ્મના સેકન્ડ હાફમાં એક અનએક્સપેક્ટેડ કેમિયો પણ છે.” બીજા યુઝર્સે લખ્યું કે, “આ તમામ STK, તમાશા, ખાસ કરીને નિરાશ સાયરા બાળકો, #TereIshkMein જોયા બાદ ટ્રોમામાં ચાલ્યા જશે. આ ફિલ્મ ચમત્કારિક રીતે પ્રેમમાં હોવાનો સાર બતાવવામાં આવ્યો છે અને ફક્ત લવર્સને જ નહીં પરંતુ તેમની સાથે જોડાયેલા દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.”
ઉલ્લેખનીય છે કે, ફિલ્મના અભિનય અને એઆર રહેમાનના સંગીતની મોટાભાગના દર્શકોએ પ્રશંસા કરી છે. જોકે, ફિલ્મમાં આક્રમક પ્રેમની થીમને લઈને કેટલાક દર્શકોના વિરોધાભાસી મતો જોવા મળ્યા, પરંતુ કલાકારોના પર્ફોમન્સને બધાએ વખાણ્યું છે. એક યુઝરે ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ 3.5/5 આપી તેને “હૃદયસ્પર્શી મુવમેન્ટ સાથેની સારી રીતે બનાવેલી રોમેન્ટિક-થ્રિલર લવ સ્ટોરી” ગણાવી છે. હવે આગામી દિવસોમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે, એ જોવું રહ્યું.



