બિગ બોસ 15’ની આ વિજેતાને મોતના મુખમાં ધકેલી ગયો ‘ખતરોં કે ખિલાડી’નો સ્ટંટ: જાણો સમગ્ર ઘટના…

મુંબઈ: ‘બિગ બોસ’ના એવા ઘણા વિજેતાઓ છે, જેમના જીવનમાં અણબનાવો બન્યા છે. ‘બિગ બોસ 15’ વિજેતા તેજસ્વી પ્રકાશ પણ આવી જ એક વ્યક્તિ છે. રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ (KKK) દરમિયાન તેની સાથે એક ગંભીર અકસ્માત થયો હતો. આ અનુભવ એટલો ડરામણો હતો કે, તે મોતના મુખમાં પહોંચી ગઈ હતી.
સ્ટંટ દરમિયાન બેહોશ થઈ તેજસ્વી
તેજસ્વી પ્રકાશે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે પોતાના જીવનના ડરામણા અનુભવ વિશે જણાવ્યું હતું. ‘ખતરોં કે ખિલાડી’માં તેજસ્વી તેના કોમિક ટાઇમિંગ માટે ખૂબ પસંદ કરાઈ હતી, પરંતુ ગંભીર ઈજાને કારણે તેને શો અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. તેજસ્વીએ આ ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે, “એક સ્ટંટ દરમિયાન, મારી આંખોની નસો ફાટી ગઈ હતી. તે ઘટના ખૂબ જ ડરામણી હતી.”

તેજસ્વીએ આગળ જણાવ્યું કે, “હું સ્ટંટ દરમિયાન બેહોશ થઈ ગઈ, અને મને લાગ્યું કે હું મરી ગઈ છું. મને કંઈ યાદ નહોતું કે હું શોમાં છું… મને એવું લાગ્યું કે હું સ્વપ્ન જોઈ રહી છું. પછી મેં એક સફેદ પ્રકાશ જોયો, અને હું ‘વ્હેર ઈટ ઈઝ’ લાઇટને ફોલો કરતી રહી અને એ તરફ તરતી રહી. પછી હું પાણીની સપાટી પર પહોંચી, અને ત્યાં જ રોહિત સરે એ સ્ટંટ બંધ કરી દીધો હતો.”
અધવચ્ચે શો છોડવો પડ્યો
જીવ જોખમમાં મૂકાયો હોવા છતાં પણ તેજસ્વી આ શો છોડવા માંગતી ન હતી. પરંતુ માતાના આગ્રહના કારણે તેને શો છોડવાનું નક્કી કર્યું હતું. તેજસ્વીએ આગળ જણાવ્યું કે, “સ્ટંટ કરતી વખતે હું બેહોશ થઈ ગઈ હતી. મારી આસપાસ અંધકાર છવાઈ ગયો હતો. આ દરમિયાન મોતના મુખમાં પહોંચી ગઈ હતી.” ગંભીર ઈજાને કારણે તેની આંખો લાલ થઈ ગઈ હતી. ડૉક્ટરની સલાહ મુજબ, ફ્લાઇટમાં બેસવાથી વધુ રક્તવાહિનીઓ ફાટી શકે તેમ હોવાથી તે ભારત પણ તરત પરત ફરી શકી નહોતી.
તેજસ્વીએ કહ્યું કે, “મારી માતાના આગ્રહના કારણે મારે શો છોડવો પડ્યો હતો. કારણ કે મારી માતાએ કહ્યું હતું કે, જો તું શો નહીં છોડે, તો હું પાછી આવીશ. આ શું ગાંડપણ છે? આ ફક્ત એક શો છે, એના માટે તારો જીવ જોખમમાં ના નાખ.” માતાના આગ્રહના કારણે આખરે તેને શો છોડવો પડ્યો હતો.
આ પણ વાંચો…રિયાલિટી ટીવી શો બાદ આ ક્યુટ કપલ એન્જોય કરી રહ્યું છે વેકેશન, ફોટો થયા વાઈરલ…



