બોલીવૂડ પર ફરી ભારી પડી મિરાયઃ જાણો અન્ય ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન...
મનોરંજન

બોલીવૂડ પર ફરી ભારી પડી મિરાયઃ જાણો અન્ય ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન…

શુક્રવારે બોલીવૂડ અને સાઉથની મળીને સાત ફિલ્મ રિલિઝ થઈ હતી, જેમાં મૂળ તેલુગુ અને અન્ય ભાષામાં પણ રિલિઝ થયેલી મિરાઈએ બોક્સ ઓફિસ પર સારી ઑપનિંગ મેળવી છે. સાઉથની ફિલ્મો બોલીવૂડની ફિલ્મોને પાછળ મૂકી રહી છે, તેમાં ફરી એક ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.

તેજા સજ્જા, મંચૂ મનોજ અને રીતિકા નાયકની ફિલ્મ મિરાય પહેલા દિવસે સારું કલેક્શન મેળવી શકી છે, જ્યારે અન્ય ફિલ્મોએ નિરાશ કર્યા છે. કાર્તિક ગટ્ટમનેની ફેંટસી એડવેન્ચર પહેલા દિવસે રૂ. 12 કરોડ કલેક્ટ કરી શકી છે. તેજા સજ્જાની આ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે.

અગાઉની તેની ફિલ્મ હનુ મેન (Hanu-Man) જેને હનુમાન તરીકે જ ઓળખવામાં આવે છે પહેલા દિવસે રૂ. 8 કરોડ કલેક્ટ કરી શકી હતી. માઈથોલોજી અને આજના સમયની વાતને જોડીને ફેંટસી ફિલ્મ મિરાય બનાવવામાં આવી છે, જે લોકોને પસંદ પડી રહી છે.

મિરાય સાથે દિવ્યા કુમાર ખોસલાની ફિલ્મ એક ચતુર નાર પણ રિલિઝ થઈ છે. ઉમેશ શુક્લા દ્વારા ડિરેક્ટેડ આ ડાર્ક કૉમેડીના રિવ્યુ ઠીકઠાક જ આવ્યા હતા અને દર્શકો પણ ખાસ કંઈ થિયેટરોમાં જવા આકર્ષાયા નથી. ફિલ્મે પહેલા દિવસે માત્ર રૂ. 50 લાખનું કલેક્શન કર્યું છે.

ek chatur naar movie

દિવ્યા અને નીલ નીતિન મુકેશની આ ફિલ્મ આમ તો સસ્પેન્સ થ્રિલર છે, પરંતુ નબળી સ્ટોરીને કારણે લોકોને ગમી જાય તેવું ફિલ્મમાં કંઈ નથી. આવી જ રીતે ઉમેશ શુકલાની બીજી એક ફિલ્મ હીર એક્સપ્રેસ પણ ખાસ કોઈ જાદુ ચલાવી શકી નથી.

baaghi 4 bengal files

આ ઉપરાંત ગયા શુક્રવારે રિલિઝ થયેલી બે મોટી ફિલ્મો બાગી-4 અને ધ બંગાલ ફાઈલ્સ પણ થિયેટરોમાં ખાસ કોઈ જાદુ ચાલવી શકી નથી. સરવાળે ઘણા સમયથી ફિલ્મરસિકોને મજા પડી જાય તેવી ફિલ્મ થિયેટરમાં જોવા મળી નથી. જુલાઈ મહિનામાં આવેલી સૈયારા ફિલ્મએ રૂ. 500 કરોડનો બિઝનેસ કર્યો હતો.

જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પરમસુંદરી થોડીઘણી સારી કમાણી કરી શકી છે, પરંતુ હાલમાં થિયેટરોમાં એવી એકપણ ફિલ્મ નથી જે બોલીવૂડની કમાણી કરાવી શકે. સાઉથની ફિલ્મ હિન્દી બેલ્ટમાં પણ જોવાતી હોવાથી મિરાય પર જ બધો આધાર છે.

આ પણ વાંચો… ‘હનુમાન’ની જેમ તેજા સજ્જાની ‘મિરાઈ’ ફિલ્મ સફળ થશે? જાણો આ ફિલ્મની ખાસ વાત

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button