બાહુબલી ધ એપિકનું ટીઝર આઉટઃ શું નવું છે દાયકા બાદ આવનારી આ ફિલ્મમાં

દેશના સિનેમાજગતમાં જે ફિલ્મોએ પોતાનું નામ નોંધાવ્યું છે અને નવા વિક્રમો બનાવ્યા છે, તેમાં એક નામ રાજામૌલીની ફિલ્મ બાહુબલીનું પણ આવે. પ્રભાસને બાહુબલી તરીકે દેખાડતી આ ફિલ્મના બે ભાગ બાહુબલી ધ બિગનિંગ અને બાહુબલી ધ કન્ક્લુઝન રિલિઝ થયા હતા અને બન્નેએ કમાણી સહિતી ઘણી બાબતોમાં રેકોર્ડ તોડ્યા. તેમના રેકોર્ડ્સને દસ વર્ષમાં હજુ કોઈ તોડી શક્યું નથી.
હવે આ ફિલ્મોની રિલિઝના 10 વર્ષ સેલિબ્રેટ કરવા માટે એસ. રાજામૌલી બન્ને પાર્ટને એક કરી બાહુબલી ધ એપિક લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર તો અગાઉ રિલિઝ થયું હતું અને હવે ટીઝર રિલિઝ થયું છે. ટીઝર જોતા જ લોકો બાહુબલીના યુફોરિયામાં ચાલ્યા ગયા છે. બાહુબલી તરીકે પ્રભાત ઉપરાંત, ભલ્લાદેવના રોલમાં રાણા દુગ્ગાબાટી, કટપ્પાના રોલમાં સત્યરાજ, શિવગામીદેવીના રોલમાં રમૈયા અને દેવસેના અનુષ્કા શેટ્ટી અને અવંતિકા તરીકે તમન્ના ભાટિયાએ જબરો ક્રેઝ જમાવ્યો હતો. ફિલ્મના એક એક સ્ટંટ, મ્યુઝિક લોકોને હજુ યાદ છે.
આ ફિલ્મે પેન ઈન્ડિયા ફિલ્મ્સના દરવાજા ખોલ્યા. સાઉથની ફિલ્મો રિલિઝ થયાના ઘણા સમય બાદ હિન્દીમાં ડબ થતી અને માત્ર ટીવી કે મોબાઈલમાં જોવાતી. આ ફિલ્મ એક સાથે તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલિઝ થઈ અને થિયટરોમાં આવી. ફિલ્મના સ્ટારકાસ્ટ હિન્દી બેલ્ટ માટે નવા હોવા છતાં ફિલ્મે આખા દેશમાં અને વિદેશમાં ધૂમ મચાવી હતી. બાહુબલી ધ બિગિંનિંગના અંતમાં કટપ્પાને બાહુબલી કો ક્યું મારા સવાલ પર છોડી દેવામાં આવેલી સ્ટોરી બે વર્ષ બાદ જવાબ સાથે આવી હતી.
હવે આ ફિલ્મને ફરી એક કરી રિલિધ કરવાનો રાજામૌલીનો પ્રયાસ છે. ફિલ્મના ટીઝરની વાત કરીએ તો કંઈ નવું નથી, તે બતાવાય ગયું છે તે જ છે. ફિલ્મ 31 ઑક્ટોબર, 2025ના રોજ થિયેટરોમાં વર્વ્ડ વાઈડ રિલિઝ થશે. જોકે બન્ને ફિલ્મોની લેન્થ ઘણી વધારે હતી જ્યારે બાહુબલી ધ એપિકનો રન ટાઈમ 2.38 કલાકનો રહેશે.