સની સંસ્કારી કી તુલસી કુમારીનું ટીઝર રિલિઝઃ રોમકોમને નામે ગમે તે પિરસી ન દે તો સારું, ટીઝર તો નથી દમદાર | મુંબઈ સમાચાર
મનોરંજન

સની સંસ્કારી કી તુલસી કુમારીનું ટીઝર રિલિઝઃ રોમકોમને નામે ગમે તે પિરસી ન દે તો સારું, ટીઝર તો નથી દમદાર

મુંબઈ: વરુણ ધવન અને જ્હાનવી કપૂર અભિનીત ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના ટીઝરની દર્શકો ઘણા સમયથી અતુરતાથી રાહ જોઈ રહ્યા. જ્યારે હવે તેમનું ટીઝર લોન્ચ થઈ ચૂક્યું છે. જેને ફિલ્મ માટે વધુ ઉત્સાહ જગાવ્યો છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મનું મોશન પોસ્ટર અગાઉ રિલીઝ થયું હતું, જેણે ચાહકોની ઉત્સુકતા વધારી હતી. જોકો લોકોની આશા પર ફિલ્મનું ટીઝર ખરુ ઉતર્યુ ન હતું. ટીઝરમાં વરુણનો મસ્તી ભર્યો અંદાજ જોવા મળ્યો હતો. જેની સાથે જ્હાનીવી સામાન્ય કોમેડી સીન જોવા મળી હતી. આ ફિલ્મ સિનેમા ઘરોમાં 2 ઓક્ટોબર રિલીઝ થવા જઈ રહી છે.

ટીઝરની શરૂઆત વરુણ ધવનના રમૂજી અંદાજથી થાય છે, જ્યાં તે યોદ્ધાના કવચ અને મુગટમાં ઊભેલો તેના મિત્ર બંટુને પૂછે છે કે તે ‘બાહુબલી’ જેવો લાગે છે કે નહીં. મિત્રનો જવાબ આવે છે કે તે બાહુબલી નહીં, પરંતુ “રણવીર સિંહની ધોતીમાં પ્રભાસના છોડ” જેવો લાગે છે. આ પછી વરુણનું પાત્ર ભોંદુ યુવકથી સ્ટાઈલિશ ‘સની સંસ્કારી’માં બદલાય છે. લાલ સાડીમાં જ્હાનવી કપૂર ‘તુલસી કુમારી’ તરીકે દેખાય છે, જ્યારે સાન્યા મલ્હોત્રા સેકન્ડ લીડ અભિનેત્રી તરીકે દેખાય છે. રોહિત સરાફ શાહરૂખ ખાનની સ્ટાઈલમાં હેલિકોપ્ટરમાંથી એન્ટ્રી કરે છે, જે જ્હાનવી અને સાન્યા બંનેની પસંદગીનું પાત્ર બનશે. ટીઝરની શરૂઆત સારી હતી જે બાદ ટીઝરમાં ડાન્સના દેખાડવામાં આવ્યો હતો. જેના ટીઝરની મજા બગડી ગઈ હતી.

આ ફિલ્મના ટીઝરમાં 1999ના સોનુ નિગમના હિટ ગીત ‘તુઝે લાગે ન નઝરિયા’ની ઝલક જોવા મળે છે, જેના પર વરુણ, જ્હાનવી, સાન્યા અને રોહિત જોરદાર ડાન્સ કરતા દેખાય છે. ટીઝરમાં સની અને તુલસીના રોમાન્સની સાથે તેમની રમૂજી રસાકસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે ટીઝરમાં જોવા મળ્યો ન હતો, હવે ફિલ્મ દર્શકોને કેટલી પસંદ પડે છે તે જોવાનું રહ્યું.

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ વરુણ, જ્હાનવી, સાન્યા અને રોહિતે સોશિયલ મીડિયા પર શૂટિંગની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેમણે ખાસ ટી-શર્ટ પહેરેલું જોવા મળ્યું, જેના પર ફિલ્મની કહાનીનો સંકેત હતો. જ્હાનવી અને સાન્યાની ટી-શર્ટ પર લખ્યું હતું કે તેઓ સનીને પ્રેમ કરે છે, પરંતુ વિક્રમ (રોહિત)ને ચાહે છે. વરુણની ટી-શર્ટ પર તેના મિત્ર બંટુનું નામ હતું, જ્યારે રોહિતની ટી-શર્ટે સૂચવ્યું કે તે તુલસીને પ્રેમ કરે છે, પરંતુ અનન્યા (સાન્યા)ને ચાહે છે. આ ટી-શર્ટ્સથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં રોમેન્ટિક ગૂંચવણો અને મજેદાર ટ્વિસ્ટ જોવા મળશે.

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં પ્રેમ, મસ્તી અને ગૂંચવણભરી કહાનીનો સમન્વય જોવા મળશે. શશાંક ખેતાનનું દિગ્દર્શન અને ધર્મા પ્રોડક્શનનું નિર્માણ આ ફિલ્મને ખાસ બનાવે છે. ટીઝરે ચાહકોની અપેક્ષાઓ વધારી દીધી છે, અને 2 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં આ ફિલ્મ મનોરંજનનો ડબલ ડોઝ આપવા તૈયાર છે.

આપણ વાંચો:  રવીના ટંડને મંદિરને ગિફ્ટ કર્યો 800 કિલોનો ‘મેકેનિકલ ઐરાવત’, કારણ જાણીને તમે પણ કરશો વખાણ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button