મનોરંજન

શનાયા કપૂરની ફિલ્મ ‘તુ યા મૈં’નું ટીઝર રિલીઝ: આ વખતે બોક્સઓફિસ પર જાદુ ચાલશે?

મુંબઈ: એક સમયે બોલીવુડમાં હીટ ફિલ્મો આપનારા સ્ટાર્સના દીકરા-દીકરીઓ હવે ડેબ્યૂ કરી રહ્યા છે. કેટલાક શરૂઆતમાં જ હીટ ફિલ્મો આપી રહ્યા છે, જ્યારે કેટલાકની ફિલ્મ તેના બજેટ જેટલી કમાણી પણ કરી શકતી નથી. સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સાથે પણ કંઈક આવું જ થયું છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ બોક્સઓફિસ પર ફ્લોપ થઈ હતી. 2026માં શનાયા કપૂરની બીજી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કેવી રહેશે તેના વિશે ફિલ્મી સૂત્રો અવનવા અનુમાન લગાવી રહ્યા છે.

શનાયા કપૂરની આગામી ફિલ્મ કઈ છે?

આજે શનાયા કપૂરની આગામી ફિલ્મ ‘તુ યા મૈં’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં શનાયા કપૂરનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. જેને લઈને તે ચર્ચામાં આવી છે. આ ટીઝરમાં આદર્શ ગૌરવ રેપરના લૂકમાં જોવા મળ્યો છે. આ ફિલ્મ તેના ટીઝર જેવી આકર્ષક હશે કે કેમ, એવી ફિલ્મી સૂત્રોમાં ચર્ચા વહેતી થઈ છે.

‘તુ યા મૈં’ ફિલ્મ ‘રાંઝણા’ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા જાણીતા પ્રોડ્યુસર આનંદ એલ. રાયે પ્રોડ્યુસ કરી છે, જ્યારે ‘વઝીર’ ફેમ ડાયરેક્ટર વિજય નામ્બિયારે ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 13 જાન્યુઆરી, 2026ના રિલીઝ થવાની છે. જોકે, આ જ દિવસે શાહીદ કપૂરની ફિલ્મ ‘ઓ’રોમિયો’ પણ રિલીજ થવાની છે. તેથી બંનેના મુકાબલામાં કઈ ફિલ્મ બોક્સઓફિસ પર આગળ નીકળે છે, એ જોવું રહ્યું.

સ્ટારકીડ પર હિટ ફિલ્મનું દબાણ

શનાયા કપૂરે 2025માં વિક્રાંત મેસી સાથે ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. એક સમયે હિટ ફિલ્મ આપનાર સંજય કપૂરની દીકરી હોવાના નાતે હવે તેના પર હિટ ફિલ્મ આપવાનું દબાણ વધી રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button