મનોરંજન

60 વર્ષે 40નો દેખાય છે શાહરૂખ, કિંગનું ટીઝર ફેન્સ માટે ડબલ ધમાકા

અભિનેતા શાહરૂખ ખાનના 60મા જન્મદિવસને સેલિબ્રેટ કરનારા દેશ-વિદેશમાં વસેલા કરોડો ચાહકોને એક ખાસ ભેટ પણ આજે મળી છે. શાહરૂખ ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ કિંગનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર જોઈ ફેન્સ વધારે થ્રિલ્ડ થયા છે, જેનું કારણ છે એસઆરકેનો લૂક. પઠાણ અને જવાનમાં એકઆરકેના લૂકથી ફેન્સ જોઈએ તેટલા ખુશ ન હતા. આ સાથે શાહરૂખ પોતે પણ મોટેભાગે લાંબાવાળ અને પોનીટેલમા દેખાતો, જે તેના રોમાન્ટિક લૂક સાથે મેચ થતો ન હતો, પરંતુ કિંગમાં એસઆરકે 20 વર્ષ નાનો લાગે છે.

સિલ્વર હેર સાથે એસઆરકેની એન્ટ્રી ફેન્સને ખૂબ ગમી ગઈ છે. જોકે ચહેરા પર લોહી અને મોઢામાં રાજાનું પત્તુ એસઆરકેના રોલનો અંદાજો આપે છે. 1000 જુર્મ, 100 દેશોમાં બદનામ, દુનિયાને દીયા સિર્ફ એક હી નામ એવા ડાયલૉગ્સ સાથે એસઆરકેની ફિલ્નું ટીઝર લૉંચ થયું છે. આ ફિલ્મમાં તેની સાથે દીકરી સુહાના પણ છે. જોકે ટીઝરમાં માત્ર કિંગખાન જ દેખાય છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મ જવાન પછીની ફિલ્મ છે. ચારેક વર્ષ બોલીવૂડથી લગભગ દૂર રહ્યા બાદ જ્યારે લાગ્યું કે શાહરૂખ હવે ભૂલાઈ ગયો છે ત્યારે તેણે 2023માં પઠાણ અને જવાન એમ બે સુપરહીટ ફિલ્મો આપી જબરજસ્ત કમબેક કર્યું. હવે ફેન્સ તેને કિંગમાં જોવા માટે એકદમ ઉત્સુક છે.

કિંગમા અભિષેક બચ્ચન, દીપિકા પદુકોણ, અરશદ વારસી અને અનિલ કપૂર જેવા સ્ટાર્સનો કાફલો છે. અગાઉ કહેવાતું હતું કે ફિલ્મ 2027માં રિલિઝ થશે, પરંતુ હવે નક્કી થયું છે કે ફિલ્મ આવતા વર્ષે જ થિયેટરોમાં રિલિઝ થશે.

ટીઝર જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે અને વધુ એક સુપરહીટ ફિલ્મ આવી રહી છે તેવી આગાહી ફેન્સ અત્યારથી કરી રહ્યા છે. જોકે ફિલ્મ હીટ કે ફ્લોપ એ તો રિલિઝ થયા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો…SRK@60: આ કારણે શાહરૂખના બર્થ ડે પાર્ટીની ઝલક તમને જોવા નહીં મળે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button