17 વર્ષ પછી 'તારક મહેતા…'માં મોટો ટ્વિસ્ટ: ગોકુલધામમાં થશે ખાસ પાત્રની એન્ટ્રી… | મુંબઈ સમાચાર

17 વર્ષ પછી ‘તારક મહેતા…’માં મોટો ટ્વિસ્ટ: ગોકુલધામમાં થશે ખાસ પાત્રની એન્ટ્રી…

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને હવે 17 વર્ષ બાદ આ શોમાં મોટો ટ્વીસ્ટ આવી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીમાં હવે એક નવો પરિવાર એન્ટ્રી મારવા તૈયાર છે. મેકર્સે શોમાં આ નવો ટ્વીસ્ટ લાવીને તેનું એન્ટરટેઈન્ટમેન્ટનું લેવલ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ નવા પરિવારની એક્સક્લ્યુઝિવ ઝલક સેટ પરથી સામે આવી છે, જેમાં ચાર લોકોનો એક રાજસ્થાની પરિવાર ઉંટ પર સવાર થઈને એન્ટ્રી લઈ રહ્યો છે. ચાલો જોઈએ કોનો છે આ પરિવાર-

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં આપણે અત્યાર સુધી મરાઠી, ગુજરાતી, સાઉથ ઈન્ડિયન, પારસી, પંજાબી, બંગાળી તમામ પરિવારો આપસમાં હળી-મળીને રહે છે. હવે આ બધામાં એક નવો પરિવાર જોડાશે અને આ પરિવાર છે રાજસ્થાની. જે દર્શકો અને ગોકુલધામ માટે એક નવો જ ટ્વીસ્ટ છે.

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…

17 વર્ષ બાદ આજે પણ આ શો ટીઆરપી રેટિંગમાં ટોપ-5માં પોતાનું સ્થાન જાળવીને સતત અલગ અલગ સ્ટોરી અને પ્લોટથી દર્શકોને હસાવે છે. હવે 17મી એનિવર્સરી પર તારત મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર આસિતકુમાર મોદીએ ગોકુલધામ સોસાયટીમાં એક નવા પરિવારની એન્ટ્રીની વાત કરી હતી અને હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે એ ક્ષણ પણ આવી ગઈ છે.

આસિતકુમાર મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સિરીયલમાં એક નવો, રસપ્રદ અને મજેદાર કેરેટર જોડાવવાનું છે, જે દોઢ દાયકા પણ લાંબા સમયથી ચાલી આવી રહેલાં શોને એક નવી વળાંક આપશે અને દર્શકોના એન્ટરટેઈન્ટમેન્ટના ડોઝમાં વધારો કરશો.

આ પણ વાંચો: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે પણ ટોચના શોમાંથી એક

દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક આ નવા ટ્વીસ્ટની રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. પોતાની સ્ટોરી અને સિરીયલના કેરેક્ટર્સ દર્શકોના દિલ જિતી રહ્યા છે અને ટીઆરપી રેટિંગ ચાર્ટ પર રાજ કરી રહ્યો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button