તારા સુતારિયા અને વીર પહાડિયાએ શેર કરી રોમાન્ટિક તસવીરો, એકબીજા પર વરસાવ્યું બહુ વહાલ

તારા સુતારિયા અને વીર પહાડિયા ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં, તેઓએ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાથે હાજરી આપી હતી. હવે વીરે અભિનેત્રી સાથેના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે અને તેની ગર્લફ્રેન્ડને “ડાયનામાઇટ” કહી છે.
તારાએ પણ વીર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, તેને “ફટાકડો” કહીને. તારા સુતારિયા અને વીર પહાડિયા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં એકબીજાનો હાથ પકડીને પહોંચ્યા હતા. તેઓએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.
આપણ વાંચો: કપૂર ખાનદાનના ચિરાગ બાદ હવે આ કોને ડેટ કરી રહી Tara Sutaria, કમેન્ટને કારણે અફવાઓનું બજાર ગરમ…
હવે, વીરે ઇન્સ્ટાગ્રામ પર તારા સાથેના પોતાના અદ્ભુત રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. તેણે તેમને કેપ્શન આપ્યું છે, “પ્રેમ અને પ્રકાશ, મારી ડાયનામાઇટ સાથે. તારા સુતારિયા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ગોલ્ડન ફિશ-કટ સ્કર્ટ પહેરીને પહોંચી હતી. તેણે સાથે મેચિંગ ઓફ-શોલ્ડર ટોપ અને દુપટ્ટો પહેર્યો હતો.
અભિનેત્રીએ ભારે હીરાના હાર અને કાનની બુટ્ટીઓ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. સફેદ શેરવાની અને મેચિંગ સ્ટોલ પહેરનાર વીર પહાડિયા પણ ખૂબ જ સુંદર દેખાતો હતો.
વીરે તારા સાથેના ઘણા રોમેન્ટિક ફોટા શેર કર્યા છે, જેમાંથી એકમાં બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે. બીજા એક ફોટામાં વીર કેમેરા તરફ જોઈ રહ્યો છે, ત્યારે તારા આંખો બંધ કરીને તે ક્ષણ ફીલ કરતી જોવા મળે છે.
વીરે ફોટા શેર કર્યા અને તારાને “મારી ડાયનામાઈટ” કહી, તો અભિનેત્રીએ જવાબમાં તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો. તારાએ ઘણા પ્રેમ ઇમોજી સાથે લખ્યું, “તું મારું આખું બ્રહ્માંડ છે.” તારા સુતારિયાએ વીર સાથેના સુંદર અને હૂંફાળા ફોટા પણ પોસ્ટ કર્યા. એક ફોટામાં તારા વીરને કિસ કરતી જોવા મળી રહી છે. તસવીરો સાથે તારાએ કેપ્શનમાં લખ્યું હતું કે મારા ફટાકડા સાથે કાલની રાત.