બોયફ્રેન્ડ સાથે લગ્નની વાત સાંભળી Tapsee Pannuએ આપ્યું આવું રિએક્શન… | મુંબઈ સમાચાર
મનોરંજન

બોયફ્રેન્ડ સાથે લગ્નની વાત સાંભળી Tapsee Pannuએ આપ્યું આવું રિએક્શન…

તમિળ ફિલ્મોથી એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડીને બોલીવૂડમાં પોતાની એક અમીટ છાપ છોડનાર Tapsee Pannu હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. વાત જાણે એમ છે કે તાપસી પન્નુ બોયફ્રેન્ડ સાથે લગ્નની વાતોને લઈને લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હવે એક્ટ્રેસે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક સમયથી એવા સમાચાર સાંભળવા મળી રહ્યા હતા કે તાપસી પન્નુ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ જઈ રહી છે. એક્ટ્રેસે ખુદ આ બધી વાતોને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે એક્ટ્રેસે…

એક અંગ્રેજી વેબ પોર્ટલ સાથે વાત કરતાં તાપસી પન્નુએ તેના લગ્નના સમાચાર અને અફવા અંગે ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું કે મેં હંમેશા મારી પર્સનલ લાઈફને પર્સનલ જ રાખી છે અને હું ક્યારેય કોઈને એ વિશે જણાવીશ પણ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાપસી પન્નુ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરવા જઈ રહી છે. એટલું જ નહીં પણ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે માર્ચ મહિનામાં આ કપલ રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય લગ્ન કરશે.

અહીંયા તમારી જાણ માટે કે તાપસી પન્નુ 10 વર્ષથી મેથિયાસ બોને ડેટ કરી રહી છે અને મેથિયાસ બેડમિન્ટન ખેલાડી હતો અને ઓલિમ્પિક મેડલિસ્ટ પણ રહી ચૂક્યો છે. જોકે, વર્ષ 2020માં, મેથિયાસે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તાપસી અને મથિયાસ ભલે વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હોય, પરંતુ તેઓએ ક્યારેય તેમના સંબંધો વિશે ઓફિશિયલી કોઈ જ જાહેરાત કરી નથી.

તાપસી જ્યારે તેની ફિલ્મ ચશ્મે બદ્દૂરનું શૂટિંગ કરી રહી હતી ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. એ સમયે બંનેની મિત્રતા થઈ અને આગળ જતાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુએ તેની કારકિર્દીમાં બેબી અને પિંક જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Back to top button