Jethalalથી છૂપીને ટપ્પુડાએ કરી લીધી Babitaji સાથે સગાઈ?
ટીવીનો પોપ્યુટર ટીવી શો Tarak Mehta Ka Ooltah Chasmah (TMKOC) દોઢ દાયકા બાદ આજે પણ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે અને ટીઆરપીના મામલામાં પણ આ ટીવી શો હંમેશા ટોપ ફાઈવમાં જ રહે છે. આ શોના દરેક કેરેક્ટર ખૂબ જ અલગ છે અને દર્શકોને તેને ખૂબ પસંદ પણ કરે છે પછીએ આત્મારામ તુકારામ ભીડેની વાત હોય કે રોશન સિંગ સોઢીની વાત હોય… કે હંમેશા મુશ્કેલીથી ઘેરાયેલા રહેલાં જેઠાલાલ હોય કે બબીતાજીના પતિ સાયન્ટિસ્ટ અય્યરની વાત હોય..
હવે આ શોના બે કેરેક્ટરને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ શોમાં જેઠાલાલની ક્રશ બબિતાજી ઉર્ફે મુનમુન દત્તાએ એમના ઓન સ્ક્રીન દીકરાનો રોલ કરનાર ટપ્પુ ઉર્ફે રાજ ઉનડકટ સાથે સગાઈ કરી લીધી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે 36 વર્ષીય મુનમુન દત્તાએ 27 વર્ષના રાજ સાથે આ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વડોદરા ખાતે બંને પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી હતી.
થોડા સમયથી બંને જણ રિલેશનશિપમાં હોવાના અહેવાલો આવી રહ્યા હતા અને હવે મળી રહેલી માહિતી પ્રમાણે બંનેના પરિવારજનોએ આ સંબંધને મંજૂરી આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ જ્યારથી TMKOC સાથે જોડાયો ત્યારથી જ બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સેટ પરના બધા જ લોકોને તેમના રિલેશનશિપ વિશે જાણ હતી અને લોકોને એ પણ ખબર હતી કે બંને જણ એક દિવસ લગ્ન પણ કરી લેશે.
જોકે, રાજ કે મુનમુન બંનેમાંથી કોઈએ પણ સગાઈવાળી વાત કે લગ્નની વાતને લઈને કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું અને પહેલાં પણ બંને જણે ફેન્સને તેમની પર્સનલ લાઈફ વિશેની અફવાઓ અને વાતોથી દૂર રહેવાની ભલામણ કરી હતી.