મનોરંજન

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફરીથી નિશાન સાધ્યું, મલયાલમ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી વિશે કહ્યું કે…..

હેમા કમિટીના રિપોર્ટે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળ મચાવી દીધી છે. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરોઇનોની જાતિય સતામણી અને કાસ્ટિંગ કાઉચના મામલા સામે આવ્યા છે. અભિનેત્રીઓએ ખુલ્લેઆમ પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ હાલમાં જ જાહેર થયેલા હેમા કમિટીના રિપોર્ટ અંગે વાત કરી છે. આ સાથે તેણે નાના પાટેકર પર ફરી એક વાર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પુરુષ વર્ચસ્વવાળી વિચારસરણી વિશે પણ ઘણું કહ્યું છે.

વર્ષ 2018માં તનુશ્રી દત્તાએ #MeToo મૂવમેન્ટ હેઠળ નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અને નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ નાના પાટેકર વિશે કહ્યું હતું કે નાનાએ તેમને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા. કોલકાતાની રેપ પીડિતા સાથે જે થયું એ અંગે તનુશ્રીએ જણાવ્યું હતું કે આવું કરનારા લોકો ખૂબ જ હિંસક માનસિકતા ધરાવતા હોય છે અને તેઓ કંઇ પણ કરી શકે છે. તેમણે નાના પાટેકરને પણ આ જ કેટેગરીના વ્યક્તિ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે નાના જેવા લોકો કોઇની હત્યા પણ કરાવી શકે છે.

પોતાની અગ્નિપરીક્ષા વિશે વાત કરતા તનુશ્રીએ જણાવ્યું હતું કે નાનાએ તેને ઘણી પરેશાન કરી હતી. તેને ડરાવવા માટે ગુંડાઓ મોકલવામાં આવ્યા હતા. તેનો અકસ્માત કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ઘરની નોકરાણી દ્વારા ખાવાનામાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેના ઇ-મેઇલ હેક કરવામાં આવ્યા હતા. તેના વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ બધાને હેતુ તેને ડરાવવાનો અને માનસિક રીતે તોડવાનો જ હતો, જેથી તે તેનો અવાજ બંધ કરે અને મોઢું ના ખોલે. જોકે, અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે ક્યારેય હાર નહીં માની અને પોતાની લડત ચાલુ રાખી હતી.

સાઉથ ફિલ્મ ઇન્ડ્સ્ટીઝમાં થઇ રહેલા ખુલાસાઓ અંગે તનુશ્રીએ જણાવ્યું હતું કે આ એક પુરૂષ પ્રભુત્વ ધરાવતી ઇન્ડસ્ટ્રી છે. તેણે દાવો કર્યો હતો કે સાઉથની ફિલ્મોના કેટલાક સીન્સ જોઇને તે પોતે પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી કે તેઓ ખરેખર આવું ફિલ્મોમાં દર્શાવે છે. તેણે એક ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં હિરો છોકરીને કરડતો હતો. તેણે સાઉથ અને બોલિવૂડની ફિલ્મોની સરખામણી કરતા કહ્યું હતું કે બોલિવૂડની સરખામણીમાં સાઉથની ફિલ્મોમાં રેપ સીન વધારે બતાવવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button